મંજૂરી:વલસાડ જિ.માં સિંચાઇ, રસ્તા, ગટર, ડેમ , નાળા સહિતના કામો માટે 36 કરોડની ગ્રાન્ટ

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાઓના ગ્રામ્ય પંથકમાં વિકાસના 986 કામોને મંજૂરી
  • કપરાડા તાલુકામાં ફાયર સેફટીની સુવિધા માટે મંત્રીએ માગ કરી

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ 2022-23 માટે જિલ્લાના પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને વલસાડ કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લામાં 36.13 કરોડની ગ્રાન્ટ મળતા 986 કામને મંજૂરી મળી છે. આ બેઠકમાં મંત્રી જીતુભાઇ ચૌધરીએ કપરાડા તાલુકામાં ફાયર સેફટીની સુવિધા પૂરી પાડવા મુદ્દો રજૂ કર્યો હતો.

બેઠકમાં મંત્રી નરેશભાઈ પટેલે કહ્યું કે, જ્યાં પાણી છે ત્યાં ઉદવહન સિંચાઈ યોજના અમલમાં મુકો, જેથી ખેડૂતને ફાયદો થાય અને શિયાળુ પાકનો પણ લાભ લઈ શકે. પ્રાયોજના વહીવટદારને પણ સંકેત આપતા તેમણે ઉમેર્યું કે, વિકાસલક્ષી કામો અંગેની વખતો વખત રિવ્યુ બેઠક કરો. પ્રાયોજના વહીવટદારે કહ્યું કે, નાની સિંચાઈના 59 કામો માટે 703.41 લાખની સૂચિત જોગવાઈ કરાઇ છે. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, માજી મંત્રી અને ધારાસભ્ય રમણલાલ પાટકર, ભરત પટેલ, અરવિંદ પટેલ, તા.પં.ના પ્રમુખો અને ટીડીઓ, કલેકટર ક્ષિપ્રા આગ્રે,ડીડીઓ મનિષ ગુરવાની, એડિ.કલેકટર એન.એ.રાજપૂત,ડીઆરડીએ જે. પી. મયાત્રા, ડીએસઓ કાજલ ગામિત, આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળાના વી.જે.થોરાટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કપરાડામાં આગના બનાવમાં બહારથી ફાયર બ્રિગેડ મગાવવી પડે
પાણી પુરવઠા રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરીએ કપરાડા તાલુકામાં ફાયર સેફટીની સુવિધા ન હોય આગની ઘટના બને ત્યારે વાપી અને ધરમપુરથી ફાયર બ્રિગ્રેડની ટીમ બોલાવવી પડે છે જેથી કપરાડા તાલુકામાં જ ફાયર સેફટીની સુવિધા પુરી પાડવા માટે અનુરોધ કર્યો હતો. આદિવાસી દર્દીઓને મફતમાં લોહી આપવાની યોજનાનો પણ સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...