જાગૃતિનો અભાવ:જિલ્લામાં ચાલુ સપ્તાહે કોરોનાના 36 દર્દી

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 2 દિવસમાં 4 કેસ, પ્રિકોશન ડોઝ લેવા માટે જાગૃતિનો અભાવ

વલસાડમાં ચાલૂ સપ્તાહમાં સંક્રમણ વધતાં કુલ 36 કેસ નોંધતા તંત્રમાં ચિંતા વધી ગઇ હતી.જો કે આ સપ્તાહના છેલ્લા 2 દિવસ દરમિયાન માત્ર 4 કેસ નોંધાયા હતા.જેને લઇ કોરોના સંક્રમણમાં ઘટાડો થવાની સંભાવના વધી છે.બીજી તરફ રસીકરણ પ્રિકોશન અને બાકી રહેલા ડોઝ મુકાવવા લોકો જાગૃત રહે તે પણ જરૂરી લખાઈ રહ્યું છે.

વલસાડ જિલ્લામાં 5 સપ્ટેમ્બરે 3 કેસ હતા જેમાં વલસાડ 2 અને કપરાડામાં 1 કેસ,6 સપ્ટેમ્બરે 9 કેસ, જેમાં વલસાડમાં 3,પારડી 01,વાપી 1,ઉમરગામ 3 ધરમપુરમાં 1 કેસ હતો.જ્યારે 7 સપ્ટેમ્બરે 7 કેસ જેમાં વલસાડ 2,પારડી 3 અને કપરાડામાં 2 કેસ નોંધાયા હતા.8 સપ્ટેમ્બરે 6 કેસ નોંધાયા હતા જેમાં વલસાડ 1,પારડી 4 અને ઉમરગામમાં 1 જ્યારે 9 સપ્ટેમ્બરે જિલ્લામાં 8 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

જેમાં વલસાડ તાલુકામાં 6 અને કપરાડા તાલુકામાં 2 દર્દી સંક્રમિત થયા હતા.આમ ચાલૂ સપ્તાહમાં 5 થી 9 સપ્ટેમ્બર સુધીના 5 દિવસમાં કુલ 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.જ્યારે છે્લ્લા બે દિવસનો આઁકડો જોઇએ તો 10 સપ્ટેમ્બરે વલસાડમાં માત્ર 1 કેસ અને રવિવારે જિલ્લામાં 3 કેસ નોંધાયા હતા.વલસાડમાં 1 અને પારડી તાલુકામાં 2 દર્દી સંક્રમિત થયા હતા.આમ ચાલૂ સપ્તાહમાં કુલ 36 કેસ નોંધાયા હતા.જો કે બે દિવસથી માત્ર 3 કેસ નોંધાતા કોરોના કેસમાં ઘટાડો થતાં રાહત અનુભવાઇ હતી.

7 દિ’માં કોરોનાના 50 દર્દી સાજા થયા
વલસાડ જિલ્લામાં ચાલૂ સપ્તાહમાં કોરોનાના 36 પોઝિટિવ કેસ સામે 50 દર્દી કોરોનાથી સાજા થઇ ગયા હતા.જેમાં 5 સપ્ટેમ્બરે 3 દર્દી,6 સપ્ટેમ્બરે 7 દર્દી,7 સપ્ટેમ્બરે 10 દર્દી,8 સપ્ટે. 2,9 સપ્ટેમ્બરે 9 દર્દી,10 સપ્ટેમ્બરે 14 અને 11 સપ્ટેમ્બરે 5 દર્દી મળી કુલ 50 દર્દીએ કોરોનાને માત આપી સ્વસ્થ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...