આત્મહત્યા:નવસારી અને વેડછા રેલવે સ્ટેશન વચ્ચે વર્કમેન સ્પેશિયલ ટ્રેન આગળ 35 વર્ષિય યુવકે મોતની છલાંગ લગાવી

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી

નવસારી અને વેડછા રેલવે સ્ટેશન વચ્ચે 28 મેની રાત્રિએ એક અજાણ્યા યુવકે પડતું મુકી આત્મહત્યા કરી હતી. બનાવની જાણ નવસારી સ્ટેશન માસ્ટર મનોજકુમાર ગુપ્તાએ વલસાડ GRP ટીમને કરતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

યુવકના કાંડા પર અંગ્રેજીમાં દર્શન લખેલું ટેટુ છે

વેડછા પાસે રેલવે કિમી નંબર 235 19/21 નંબરના પોલની વચ્ચે આ અજાણ્યા યુવકની લાશ મળી હતી. યુવકે જમણા હાથના કાંડાના ભાગ નીચે અંગ્રેજીમાં દર્શન લખેલું ટેટુ પડાવેલુ છે. ઊંચાઈ 5.7 ઇંચ, રંગ ઘઉંવર્ણો, અને મધ્યમ બાંધાના આ યુવકે બ્લુ અને સફેદ આડી લાઈન વાળું શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેરેલુ છે. યુવકના વાલી વારસોને વલસાડ GRP પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...