તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલસાડમાં કોરોનાના 35, ઉમરગામમાં 26,ધરમપુરમાં 15, કપરાડામાં 11 કેસ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વધુ 107 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 7 દર્દીએ દમ તોડ્યો, 99 દર્દી કોરોના મુક્ત થયા

વલસાડ જિલ્લામાં શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં તથા પરિવારોમાં સંક્ર્મણ વધુ જોવા મળી રહ્યું છે.બુધવારે વધુ 107 જેટલા નવા દર્દી સામે આવ્યા હતા.આ સાથે જિલ્લામાં 7 દર્દીના મોત થયા હતા.જ્યારે જિલ્લામાં કુલ 99 દર્દીએ કોરોનાને માત આપતા ઘરે પહોંચ્યા હતા.આ સાથે વલસાડ તાલુકામાં દર્દીની સંખ્યામાં થોડો ઘટાડો થયો હોય તેમ અહિ 35 કેસ નોંધાયા હતા.જ્યારે પારડીમાં 17,વાપી 3 ઉમરગામ 26,ધરમપુર 15 અને કપરાડા તાલુકામાં 11 કેસ પોઝિટિવ નિકળ્યા હતા.

જિલ્લામાં કોરોના સંક્રમણમાં હજી નોંધપાત્ર ઘટાડો થયો નથી.છેલ્લા 2 દિવસથી દૈનિક 100થી વધુ દર્દીઓ જોવા મળી રહ્યા છે.કોરોના સંક્રમણને અટકાવવા કોવિડ માર્ગદર્શિકાનો ચૂસ્ત અમલ માટે પ્રયાસો છતાં દર્દીઓની સંખ્યા ઓછી થતી નથી.જો કે સાજા થનાર દર્દીનો આંકડો સંતોષજનક રહ્યો છે.તેમ છતાં સામે નવા દર્દીઓ આવતાં સાજા થતા દર્દીઓ નવા દર્દીઓ વચ્ચેનો તફાવત સરભર થઇ રહ્યો છે.

સાજા થનાર દર્દીઓ સામે નવા દર્દીઓ વધુ રહી છે.જેના કારણે હજી કોરોના સામેની લડત પૂરી તાકાતથી લડવી પડશે તેવું જણાઇ રહ્યું છે.જો કે બુધવારે નવા 107 દર્દી સામે 99 દર્દીઓએ કોરોનાને માત આપતા રાહતની લાગણી અનુભવાઇ હતી.

જિલ્લાના આ પરિવારો સંક્રમિત
તિથલ રોડ નવજીવન એપા., પારનેરા મુકુંદ પાછળ, ભાગડાવડા યોગેશ્વર નગર વિસ્તાર, જુજવા, કાજણહરિ, પારડી મોતીવાડી, ઉમરગામ તાલુકામાં ગાંધીવાડી, સોળસુંબા જીસીડીઆઇ કોલોની, ધરમપુર આસુરા ઝાંપા અને કપરાડા મોટાપોંઢા સહિતના ગામોમાં પરિવારના સભ્યો સંક્રમિત થતા જોવા મળ્યા છે.

વાપીમાં તંત્ર કન્ટેનમેન્ટ ઝોન માટે આવ્યું ને પોઝિટિવ દર્દી યુપી રવાના થઇ જતાં સ્થાનિકો હેરાન
વાપી છરવાડા રોડ પર અરહિંત સોસાયટીમાં એક રહીશનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઇ પાલિકાની ટીમ કન્ટેનમેન્ટ ઝોન માટે સ્થળ પર પહોંચી હતી, પરંતુ કોરોના પોઝિટિવ દર્દી ઘર બંધ કરી વતન ઉતરપ્રદેશ નિકળી ગયો હતો. જેને લઇ સ્થાનિકોએ બહાર નિકળવું કે નહિ તે અંગે મૂંઝવણ ઊભી થઇ રહી છે. પાલિકાની ટીમે પણ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. વાપી છરવાડા રોડ આસોપાલવ સોસાયટીની સામે આવેલી અરહિંત રેસીડન્સીમાં સી -101માં રહેતાં સુજીત ઓમ પ્રકાશ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

કોવિડ 19ની ગાઇડલાઇન મુજબ પાલિકાની ટીમ કન્ટેનમેન્ટ ઝોન માટે સ્થળ પર પહોંચી હતી, પરંતુ કોરોના પોઝિટિવ દર્દીનું ઘર બંધ જોવા મળ્યુ હતું. વધુ તપાસ કરતાં આ પોઝિટિવ દર્દી પોતાના વતન ઉત્તરપ્રદેશ નિકળી ગયો હોવાનું બહાર આવ્યુ હતું. આમ છતાં પાલિકાની ટીમે કન્ટેનમેન્ટ ઝોનના બોર્ડ લગાવ્યાં હતાં. દર્દીની આજુબાજુમાં રહેતા લોકોએ બહાર અવર-જવર કરવી કે નહિ તે અંગે મૂંઝવણ ઊભી થઇ રહી છે.

કુલ 7 દર્દીઓ મોતને ભેટ્યા

તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડકોસંબા,માછીવાડ53પુરૂષ
વલસાડલીલાપોર,માણેકનગર84સ્ત્રી
વલસાડજયનગર,ટીવી રિલેકેન્દ્ર35પુરૂષ
ઉમરગામસરીગામ,બોનપાડા37પુરૂષ
ઉમરગામદેવધામ,સરદારની ચાલી34પુરૂષ
ધરમપુરસતાડિયા ફળિયા60પુરૂષ
ધરમપુરકુરગામ,દુકાન ફળિયા62પુરૂષ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...