• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • 35 Candidates Are In The Fray On 5 Seats Of Valsad District, 9 Candidates Are The Most In The Fray In Dharampur With 3 Independent Candidates.

ઉમેદવારોનું ફાઈનલ ચિત્ર સ્પષ્ટ:વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારો મેદાનમાં, ધરમપુરમાં 3 અપક્ષ ઉમેદવારો સાથે સૌથી વધુ 9 ઉમેદવાર ચૂંટણી જંગમાં

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વલસાડ જિલ્લાની 5 બેઠક પર તા. 1 ડિસેમ્બરના રોજ થનારા મતદાન અંગે હવે ઉમેદવારોનું ફાઈનલ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં 3 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હવે મેદાનમાં 35 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. જિલ્લાની પાંચ બેઠક પૈકી સૌથી વધુ 9 ઉમેદવારો ધરમપુર બેઠક પર છે અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ આ જ બેઠક પર જોવા મળી રહ્યા છે.

વલસાડ બેઠક પર 7 ઉમેદવારો
વલસાડ જિલ્લાની 178- ધરમપુર (અ.જ.જા.) બેઠક પર 10 ઉમેદવારો હતા, જેમાંથી અપક્ષ ઉમેદવાર રાજેશ ખંડુભાઈ પટેલે ફોર્મ પરત ખેંચી લીધુ હતું. જેથી ધરમપુર સીટ પર હવે 9 ઉમેદવારો રહ્યા છે. જેમાંથી 3 તો અપક્ષ ઉમેદવારો છે. જેથી આ બેઠક પર ભારે રસાકસીનો માહોલ જામશે. 178- વલસાડ બેઠક પર 8 ઉમેદવારો હતો જે પૈકી અપક્ષ ઉમેદવાર ઉર્વશી રોહનભાઈ પટેલે ફોર્મ પરત ખેંચી લેતા હવે આ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

ઉમેદવારોએ ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો
પારડી બેઠક પર 7 ઉમેદવારો હતા જે પૈકી અપક્ષ ઉમેદવાર કેતન અરવિંદભાઈ પટેલે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા હવે 6 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. જે 6 ઉમેદવારોમાંથી 2 અપક્ષ ઉમેદવાર છે. 181- કપરાડા (અ.જ.જા.) બેઠક પર 7 ઉમેદવારો હતા જોકે, ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી એક પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા તમામ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જામશે. આ 7 ઉમેદવારો પૈકી 1 અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 182- ઉમરગામ (અ.જ.જા.) બેઠક પર કુલ 6 ઉમેદવારો વચ્ચે હવે ખરાખરીનો જંગ ખેલાશે. આ બેઠક પર એકપણ અપક્ષ ઉમેદવાર નથી. તમામ 6 ઉમેદવારો પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડશે. આમ જિલ્લાની પાંચેય બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જતા હવે તમામ ઉમેદવારોએ મતદારોનું ગણિત ગણી તેઓને રીઝવવા માટે ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...