તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:વલસાડ હાઇવે પર એક માસમાં હેલ્મેટ વિના 3497ચાલક દંડાયા, 52 સ્થળે ચેકીંગમાં 17.48 લાખનો દંડ વસૂલ્યો

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના હાઇવે પર વધતા જતા અકસ્માતો રોકવા અને અમૂલ્ય જીવ બચાવવા જિલ્લા પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. નવેમ્બર માસમાં વાહન ચેકીંગ દરમિયાન જિલ્લા પોલીસે 52 જેટલા સ્થળોથી 3497 જેટલા બાઈક ચાલકોને હેલ્મેટ વગર ઝડપી પાડી કુલ રૂ.17.48 લાખનો દંડ વસુલ્યો હતો.

વલસાડ જિલ્લાના હાઇવે ઉપર થતા અકસ્માતોમાં બાઈક ચાલકોના મૃત્યુ આંક અટકાવવા અને બાઈક ચાલકોને હાઇવે પર થતા અકસ્માતમાં મૃત્યુ આંક ઘટાડવા માટે જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ વલસાડ જિલ્લા ટ્રાફિક શાખાની આગેવાનીમાં પોલીસ જવાનોએ 52 જેટલા સ્થળોએ નવેમ્બર માસમાં હેલ્મેટ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં હેલ્મેટ વગર બાઈક ચલાવતા બાઈક ચાલકોને હાઇવે પર ફરજીયાત હેલ્મેટ પહેરીને બાઈક ચલાવવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા સમજ આપવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના હાઇવે પર બાઈક ચાલકોને હેલ્મેટ પહેરવાની જાગૃતિ પણ આપવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસે 3497 બાઈક ચાલકો પાસેથી નિયમ મુજબ દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વલસાડ પોલિસેની કામગીરી જોઈને હેલ્મેટ વગર વાહન ચલાવતા બાઈક ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જિલ્લા પોલીસે નવેમ્બર માસમાં હાઇવે પર અલગ અલગ 52 જેટલા સ્થળોએ હેલ્મેટ ચેકીંગ હાથ ધરીને કુલ 17.48 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો