બદલી:વલસાડ જિલ્લામાં 34 નાયબ મામલતદારોની બદલી કરાઇ, પુરવઠા,ઇ-ધરા, ડિઝાસ્ટર, મભોયોમાં બદલી

વલસાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં ગાંધીનગર સામાન્ય વહીવટ વિભાગના 26 જૂનના ઠરાવના આધારે કલેકટરે 6 તાલુકામાં 34 નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચિપ્યો હતો.જેના કારણે સરકારી બેડામાં ભારે ચર્ચા ચાલી હતી.

સરકારના મહેસુલ વિભાગ દ્વારા થયેલા આદેશ મુજબ વહીવટી કારણોસર જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે પુરવઠા શાખા,ઇ-ધરા,ડિઝાસ્ટર શાખા,મધ્યાહન ભોજન યોજના,કલેકટર કચેરીના ચીટનીશ શાખા તથા મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સંવર્ગના 34 કર્મચારીઓની બદલીના હુકમ કર્યા છે.જેમાં વલસાડ કલેકટર કચેરી ચીટનીશ શાખા,પુરવઠા શાખામામલતદા કચેરી ઇ-ધરા સહિત વિભાગોમાંથી નાયબ મામલતદારો સંવર્ગના કર્મચારીઓને અલગ અલગ શાખામાં મૂકવા માટે ઓર્ડર કરાયા છે.કોરોનાની મહામારી વચ્ચે એક સાથે વલસાડ જિલ્લાના 34 નાયબ મામલતદારોની બદલીથી વહીવટી શાખાઓમાં સિધી અસર થશે.

અન્ય સમાચારો પણ છે...