તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોવિડના નિયમ ભંગ 3.07 લાખનો દંડ

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારની માર્ગદર્શિકાનું ચુસ્‍તપણે પાલન કરવા સૂચના આપી છે. વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માસ્ક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કોવિડના નિયમોનું પાલન નહીં કરતા લોકો પાસેથી નિયમ મુજબ દંડ વસુલવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં તા.25 અને 26 નવેમ્‍બરના રોજ મળી કુલ રૂા.3.07 લાખનો દંડ વસુલાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...