કાર્યવાહી:સેલવાસથી3.32 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 તસ્કર ઝડપાયા

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ પૈકી એક સેલવાસ અને બાકીના 2 વાપીના રહેવાસી

દાનહ પોલીસે ઓપરેશન નારકોસ અંતર્ગત બાતમી આધારે એડીપીઓ સિદ્ધાર્થ જૈનની આગેવાનીમાં એક ટીમ બનાવી પીએસઆઇ સોનુ દુબે સહિત એમની ટીમે દાન હોટલ નજીક રેડ પાડી પ્રતિબંધિત 3.32ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત 33200 રૂ. જપ્ત કરી સેલવાસના શાહનવાઝની ધરપકડ કરી હતી.

શાહનવાઝ આરીફ શેખ ઉ.વ.33 રહેવાસી જલારામ સોસાયટી,બહુમાળી સેલવાસ મૂળ રહેવાસી આઝમગઢ યુપી.ની પૂછપરછમાં એના સહ આરોપીના નામોનો ખુલાશો કર્યો હતો જેમાં શાહિલ જાવેદ માલવિયા ઉ.વ.28 રહેવાસી વૈશાલી એપાર્ટમેન્ટ,વૈશાલી ટોકિઝ નજીક વાપી.સકીફ અબ્દુલ્લા અન્સારી ઉ.વ.29 રહેવાસી સુમેરુ કોમ્પ્લેક્સ વાપી જેઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણે આરોપીને કોર્ટમાં રજુ કરતા પોલીસ કસ્ટડી સોપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...