કોરોના અપડેટ:વલસાડમાં 3 અને પારડીમાં 16 વર્ષીય તરૂણ સહિત 4 પોઝિટિવ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસ વધીને 44 થયા, રસી માટે તખ્તો તૈયાર
  • રજિસ્ટ્રેશન માટે હેલ્પલાઇન જારી, તંત્ર સ્થળ પર જશે

વલસાડ જિલ્લામાં ગણેશ ચતર્થીથી બિલ્લી પગે કોરોના સંક્રમણે વ્યાપ વધારતાં કેસ સામે આવી રહ્યા છે તેવા સંજોગોમાં હવે જિલ્લા આરોગ્ય વિભાગ સંક્રમણ અટકાવવા વધુ એક પગલાં સાથે હરકતમાં આવ્યું છે. શનિવારે વધુ 4 કેસ સાથે જિલ્લામાં એ્ક્ટિવ કેસ વધીને 44 પર પહોંચતા તંત્ર કામે લાગ્યું છે. વલસાડ જિલ્લામાં છેલ્લો કેસ 16 ઓગષ્ટને નોંઘાયા બાદ કોરોના સંક્રમણ લુપ્ત થતાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી પોઝિટિવ કેસ જોવા મળ્યા ન હતા.

ત્યારબાદ થોડો દિવસમાં 8 સપ્ટેમ્બરે કોરોનાનો કેસ વલસાડમાં નોંધાયો હતો.બિલ્લી પગે સંક્રમણના પ્રવેશ બાદ કેસ ધીમે ધીમે ઉમેરાતા હવે જિલ્લા આરોગ્ય વિભાગે વેક્સિનેશનનો વ્યાપ વધારી દેવાનો નિર્ણય લીધો છે.હવે વલસાડ, ધરમપુર,પારડી,વાપી,ઉમરગામ અને કપરાડા તાલુકામાં વેક્સિનેશનથી વંચિત રહેલા લાભાર્થીઓને વેક્સિન ડોઝ આપવા હેલ્પલાઇન જારી કરી છે.

જેમાં સામુહિક વેક્સિનેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.આ સાથે શનિવારે વલસાડમાં 3 અને પારડીમાં એક 16 વર્ષીય તરૂણ સહિત 4 કેસ પણ બહાર આવ્યા હતા.આ સાથે એક્ટિવ કેસ 44 થયા છે.જ્યારે 5 દર્દી કોરોના મુક્ત થયા હતા.

સામુહિક વેક્સિનેશન આ રીતે કરાશે
જિલ્લાના શહેરનો, નગરો, પંચાયત વિસ્તારોમાં સોસાયટીઓ,મહોલ્લાઓમાં રસીકરણ કરાવવા તેના આગેવાનો, ગામના અગ્રણીઓ, ટ્રસ્ટના સંચાલકો, સામાજિક સંસ્થાઓને જોતરવામાં આવશે. આ ઉપરાંત ગૃહઉદ્યોગ, કંપની, ધાર્મિક સંસ્થાઓ, વૃધ્ધાશ્રમ, વિધવા આશ્રમ, અનાથાશ્રમ, નારી સંરક્ષણ ગૃહ, મેન્ટલ અસાઇલમ, દિવ્યાંગ ગૃહ, શાળા, ભીક્ષુક ગૃહ જેવી સંસ્થાઓને તેમના સૂચવેલા સ્થળે વેક્સિનેશન કરાશે.

કેવી રીતે રસીનો લાભ મળશે
જે સંસ્થા, ગૃહ ઉદ્યોગ, કંપની, ધાર્મિક સંસ્થાઓ, વિવિધ આશ્રમો સહિતની સંસ્થાઓએ વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના હેલ્પલાઇન નં.02632-253381 પર કોલ કરવાનો રહેશે. જેમાં વેક્સિન લેનારા લાભાર્થીઓની વિગત નોંધાવવાની રહેશે.

18 વર્ષથી વધુના તમામને ગ્રુપમાં રસી
જિલ્લામાં જે પ્રમાણમાં કોરોનાના ઓછા વત્તા કેસ નોંધાય છે તેને પણ નાથવા માટે અગમચેતી અપનાવાઇ છે. જે માટે જિલ્લા આરોગ્ય વિભાગે 18 વર્ષથી વધુ વય ધરાવતા રસીથી વંચિત લોકોને એક સાથે વધુ પ્રમાણમાં વેક્સિનનો લાભ મળે તેવો વ્યૂહ ગોઠવાયો છે. જેમાં લાભાર્થીઓને સ્થળ પર વેક્સિનેશન કરાવવાનો ફાયદો મળશે.

સૂચવેલા સ્થળ પર જ વેક્સિન મુકાશે
વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા હવે વેક્સિનથી વંચિત 18 વર્ષથી ઉપરની વયના તમામ નાગરિકોને તેમના સુચવેલા સ્થળ ઉપર સામુહિક લાભાર્થીઓને વેક્સિન મૂકશે.તેના માટે હેલ્પલાઇન નંબર પર રજિસ્ટ્રેશન કરાવતાં આરોગ્ય વિભાગની ટીમો સ્થળ ઉપર તમામ સાધનો સાથે પહોંચી જશે.> ડો.અનિલ પટેલ,સીડીએચઓ,વલસાડ

અન્ય સમાચારો પણ છે...