કોરોના કહેર:વલસાડ સિવિલ આઇસોલેશનમાંથી કોરોના સામે વધુ 3 દર્દીઓ જંગ જીત્યા, 7 વર્ષની બાળકીને રજા આપી

વલસાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધરમપુરના માતા-પિતા અને 7 વર્ષની બાળકીને રજા આપી

વલસાડની સિવિલના આઇસોલેશન વોર્ડમાં 14 દિવસ સારવાર મેળવીને કોરોના સામે જંગ જીતીને 7 વર્ષની બાળકી સહીત એક પરિવારના 3 સભ્યો હોસ્પિટલમાંથી બહાર આવ્યા હતા. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ બહાર હોસ્પિટલનો સ્ટાફ અને તાળીના ગળગળાટથી વધાવી લીધા હતા. વલસાડ જિલ્લામાં કુલ 13 કોરોના દર્દીઓએ કોરોનને માત આપીને ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે.  વલસાડ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં 14 દિવસ સારવાર લઈને ધરમપુરના રાજપુરી તલાટના એક જ પરિવારના 3 સભ્યોએ કોરોનાને સામે જંગ જીતી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને આયુષ મંત્રાલયની સુચનાને આધારે તબીબો કોરોનાના દર્દીઓને સારવાર આપી રહ્યા છે. રાજપુરી તલાટના પરિવારની 7 વર્ષની બાળકી સહીત પરિવારના 3 સભ્યો કોરોનાને માત આપીને આઇસોલેશન વોર્ડમાંથી ગુરૂવારે ડિસ્ચાર્જ થયા હતા. હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફે અને રાજપુરી તલાતમાં ગ્રામજનોએ પરિવારને તાળીઓના ગળગળાટથી વધાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...