તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વલસાડ જિલ્લાના સાઇબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓ સુરતથી ઝડપાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતના એકજ એપાર્ટમેન્ટમાં રહેતા 3 મિત્રોને વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે ઝડપી પાડયા

સોશિયલ મીડિયાના માધ્યમથી રોકાણકારોને ઊંચું વ્યાજ અને તગડું વળતર ટૂંકા સમયમાં આપવાની લોભામણી લાલચો આપીને વલસાડના એક વ્યક્તિ સાથે છેતપિંડી કરી હતી. તે કેસમાં વલસાડની સાઇબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી પ્રથમ ફરિયાદમાં વધુ 3 આરોપીઓને સુરતના એક જ વિસ્તારમાંથી અને એક જ એપાર્ટમેન્ટમાંથી ટેક્નિકલ એનાલિસિસની મદદ વડે ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી 6 મોબાઈલ મળી કુલ 70 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

સોશ્યલ મીડિયાના માધ્યમ ઉપર રોકાણકારોને લોભામણી લાલચો બતાવી રોકાણકારો પાસે અલગ અલગ પ્લેટફોમની મદદ વડે રૂપિયાનું રોકાણ કરવા જણાવી ઠગાઈ અચરતી ગેંગ સામે વલસાડના એક નાગરિકે ફરિયાદ નોંધાવી હતી. વલસાડના નાગરિક પાસે રૂ.34 હજારનું રોકાણ કરાવ્યું હતું. તે કેસમાં વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે પિતા પુત્રને ઝડપી પાડયા બાદ આ ગુનામાં સંડોવાયેલા વધુ 3 આરોપીને સુરતથી ઝડપી પાડયા હતા.

ટેક્નિકલ એનાલિસિસ દ્વારા ચેક કરતા આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે આરોપી અહેમદ રઝા ઉર્ફે છબો નુરાણી, ઉ.વ.19, અવેશ અસફાફ ભીમાણી, ઉ.વ.23 અને અનસ મુસ્તાક ઓરાવાલા, ઉ.વ. 24ને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસમાં સંડોવાયેલા વધુ આરોપીઓને ઝડપી પાડવા તથા વધુ રોકાણ કારોના ફસાયેલા રૂપિયા પરત અપાવવા વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...