તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વલસાડ કલેકટરને એક્ષટેન્શન માટે 3 ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય ધારાસભ્યોની સીએમને રજુઆત

વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકા સહિત જિલ્લાની 76 સંસ્થાઓએ વલસાડ કલેકટરની નિવૃત્તિ બાદ કાર્યકાળ લંબાવવા માગ કર્યા બાદ મંગળવારે જિલ્લાના ત્રણ ધારાસભ્યોએ પણ સીએમના દ્વાર ખટખટાવ્યા છે.

કલેકટર આર.આર.રાવલ આગામી 30 જૂને સેવામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે. કલેકટરે કોરાના કાળમાં વિકટ સંજોગોમાં સિવિલ હોસ્પિટલ,આરોગ્ય વિભાગ,પોલીસ તંત્ર સાથે સંકલન જાળવી કોરોના સંક્રમણને રોકવા અનેક નવતર પ્રયોગો, કોવિડ-19ની માર્ગદર્શિકાના પાલન અને કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે જરૂરી સપ્લાય માટેના પ્રયાસોથી પ્રજાને લાભ મળ્યો હતો.

જિલ્લામાં હાથ ધરેલા કામો સહિત પાસાઓને ધ્યાને લઇ તેમને વધુ એક્ષટેન્શન આપવા વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ,ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર પાઠવી દાદ માગી છે.

અન્ય સમાચારો પણ છે...