હાશકારો:વલસાડના ઉમરગામમાંથી ગુમ થયેલી 3 સગીરા પરત મળી આવતા પરિવારને સુપ્રત કરાઈ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસે ઉમરગામ વિસ્તારમાંથી ગુમ થયેલ 3 સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી. અલગ અલગ પરિવારની 3 સગીરાઓ ગુમ થયાની જાણ પોલીસ મથકના PIને થતા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. હ્યુમન્સ ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવીને ગણતરીની કલાકોમાં જ ઉમરગામ પોલીસની ટીમે સુરત રેલવે સ્ટેશનેથી 3 સગીરાઓને હેમખેમ પરત લાવી પરિવારને સુપ્રત કરવા સાથે મહત્વની સફળતા મેળવી છે.

આ અંગે વાપી ડિવિઝન વિભાગના DYSP બી. એન. દવેએ વિગતો આપી હતી કે, ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ અલગ અલગ પરિવાર અને જ્ઞાતિની 3 સગીર વયની બાળાઓ ગુમ થઇ હતી. જે બાબતે તેમના વાલીઓએ પોલીસ મથક ખાતે આવી જાણ કરી હતી. જેથી ઉમરગામ પોલીસ મથકે PI પી. એ. વળવીએ તાત્કાલીક ગુનો રજીસ્ટ્રર કરી બાળાઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી.

એક સાથે 3 સગીર બાળાઓ ગુમ થઈ હોય એ ઘટનાને ગંભીર ગણી ગુમ થયેલ બાળાઓને શોધવા માટે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલા, તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવે, વાપી વિભાગની સુચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ તમામ ટીમો દ્રારા હ્યુમન રિર્સોસીંગ અને ટેકનિકલ રિર્સોસીંગના આધારે તપાસ કરતા આ ત્રણેય બાળાઓને ગણતરીના કલાકમાં સુરત રેલવે સ્ટેશનથી શોધી લાવી વાલી વારસોને પરત સોપવામાં આવી હતી.

ત્રણેય બાળકીઓને હેમખેમ લાવ્યા બાદ તેમની પૂછપરછ માં પોલીસને પ્રાથમિક વિગતો મળી હતી કે, ત્રણેય બાળકીઓ એકબીજાની બહેનપણી છે. જેમાં એક બાળકીને તેમના પરિવારજનોએ સામાન્ય ઠપકો આપતા તેનું મનદુઃખ રાખી નારાજ થઈ ઘરેથી નીકળી ગઈ હતી. જેમાં અન્ય બંને બહેનપણીઓએ પણ તેને સાથ આપી તેની સાથે નીકળી હતી. ત્રણેય બાળાઓ ઉમરગામથી ટ્રેનમાં બેસી સુરત રેલવે સ્ટેશને ઉતરી હતી. જો કે આ સમયગાળામાં પોલીસે સુરત રેલવે સ્ટેશને જાણ કરી હોય સુરત રેલવે સ્ટેશને રેલવે પોલીસે ત્રણેય બાળકીઓને શોધી કાઢી સમજાવટથી તેમની પાસે રાખી હતી. જે બાદ ઉમરગામ પોલીસને જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...