ઘરપકડ:વલસાડ સ્ટેશને તેજસ ટ્રેનમાં દારૂ પી ધમાલ કરતા સુરતના 2 સહિત 3 ઝબ્બે

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મેડિકલ તપાસ કરાવી જીઆરપી દ્વારા ઘરપકડ કરાઈ

વલસાડ રેલવે સ્ટેશન ઉપર મુંબઇ અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં દારૂ ઢીંચીને ધાંધલ ધમાર કરતા સુરતના બે રત્નકલાકાર સહિત 18થી 20 વર્ષના 3 યુવકની રેલવે પોલીસે ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.આ ત્રણેને પોલીસે મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ રેલવેના એલઆર અનિલ કુમાર ગોવિંદભાઇએ મુંબઇથી સુરત તરફ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં ગાર્ડના કોચમાંથી દારૂના નશામાં ચકચૂર થઇ ટ્રેનમાં ધાંધલ ધમાલ કરતા હતા.જીઆરપીએ આ 3 યુવકને દારૂ પીધેલા હોવાની તપાસ કરતાં મોઢાંમાંથી દારૂની તીવ્ર વાસ આવી રહી હતી અને નશામાં હોવાનું માલૂમ પડ્યું હતું.જેમની અટકાયત કરી નામઠામ પૂછતા આ ત્રણે સુરતના હોવાનું જાણવા મળ્યું હતું.

જેમાં રાકેશ કિશોરભાઇ પંડિત, ઉ.20, ધંધો મજૂરી, રહે. રંગનગર સોસાયટી, રૂમ નં.55, અમરોલી, સુરત, જયદીપ ગોવિંદભાઇ ચૂડાસમા, ઉ.20, ધંધો, હિરા ઘસવાનો, રહે.સતાધાર સોસાયટી, મકાન નં.188, સત્યા એપાર્ટમેન્ટ,જી-1, કોસાડરોડ, અમરોલી, સુરત અને ડેનિશ રમેશભાઇ સુરતી, ઉ.18, ધંધો, હિરા ઘસવાનો, રહે. સાંઇપુજન રેસિડન્સ, જી-1,અમરોલીના હોવાનું જણાવ્યું હતું. પોલીસે મેડિકલ સારવાર કરાવી તેમની પ્રોહિબિશન એક્ટની કલમ 66 (1),(બી) અને 85 (1) મુજબ ગુનો દાખલ કરી અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...