તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિકારી ટોળકી ઝબ્બે:વલસાડ જિલ્લના નાની વહીયાળમાં મોરનો શિકાર કરતા 3 શિકારીઓને વન વિભાગે ઝડપી પાડયા

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિકારીઓને ઝડપવા વન વિભાગના કર્મચારીઓએ હવામા ફાયરીંગ કરવું પડ્યું

વલસાડ જિલ્લાના ધરમપુરના નાની વહીયાળના ડુંગર પર દેશી હાથ બનાવટની બંદૂક વડે મોરના શિકાર કરવાની બાતમી મળતા ધરમપુર વન વિભાગ દ્રારા ઘટના સ્થળ પોહચી મોરનો શિકાર કરવા આવેલા 3 આરોપીઓને નાની વહિયાળના ડુંગર પરથી પકડી પડ્યા હતા. વન વિભાગે માંકડબનના પિતા પુત્ર સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા, આરોપીઓને ઝડપી પાડવા માટે વન વિભાગની ટીમે હવામાં ફાયરિંગ કર્યું હતું.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ગામના ડુંગર ઉપર કેટલાક શિકારીઓ રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવા આવવાના હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વન વિભાગની ટીમે નાની વાહિયાળ ગામના ડુંગર ઉપર વોચ ગોઠવી હતી. જે દરમિયાન દેશી હાથ બનાવટની બંદૂક સાથે 3 શિકારીઓ શિકારની શોધમાં આવ્યા હતા. વન વિભાગના કર્મચારીઓએ શિકારીઓ શિકાર કરે તે પહેલાં ચારેબાજુથી ઘેરી ઝડપી પાડયા હતા.

વન વિભાગના અધિકારીઓ આરોપીઓને ઝડપી પાડવા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કરવું પડ્યું હતું. જિલ્લાના વન વિસ્તારમાં કર્મચારીઓ દ્વારા વિસ્તારોની સુરક્ષા અને વનમાં રહેતા વન્ય પ્રાણીઓની સુરક્ષાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર ઓપરેશનમાં વનકર્મીએ હવામાં ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હોવાનું વન વિભાગ અધિકારીએ જણવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...