તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ અટકાવવા પ્રયાસ:દમણમાં કોરોનાના કેસ વધતા રાત્રી કર્ફ્યૂમાં 3 કલાકનો વધારો, આજથી સાંજે 8થી સવારે 6 સુધી કર્ફ્યૂ

દમણ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • દમણમાં એકસાથે 15 કેસ આવ્યા છે અને હાલ 60 જેટલા એક્ટિવ કેસ

દેશભરમાં કોરોના કોળો કેર વર્તાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર વધુ ભયાનક હોય તેવું મનાઇ રહ્યું છે. જેમાં યુવાનો અને બાળકો વધુ સંક્રમિત થઇ રહ્યાં છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દ્વારા કોરોનું સંક્રમણ પ્રદેશમાં ન ફેલાય એ માટે કેટલાક કઠોર પગલા લેવાનો નિર્ણય કરાયો છે. જેમાં દમણમાં રાત્રી કર્ફ્યૂનો સમય 3 કલાક વધારી દેવાયો છે. દમણમાં આજથી સાંજે 8થી સવારે 6 વાગ્યા સુધી દમણમાં કર્ફ્યૂ લાગૂ કરી દેવાયો છે.

પહેલા રાત્રે 10થી સવારે 5 સુધી કર્ફ્યૂ હતોદમણ વિસ્તારમાં સાહેલગાહ માણવા આવતા સહેલાણીઓ આવતા હોય છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતા વધારે રહે છે, જેથી રાત્રી કર્ફ્યૂ લદાયો છે. પહેલા રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં દમણમાં કોરોના સંક્રમણના આંકમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે. જેથી કર્ફ્યૂમાં 3 કલાકમાં વધારો કરાયો છે.

ધારા 144 પણ લાગૂઆ ઉપરાંત દમણમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે એ માટે ધારા 144 પણ લાગૂ કરવામાં આવી છે. જેથી 4થી વધુ લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી લોકો એકઠાં ન થાય અને કોરોનાનું સંક્રમણ વધે નહીં. નોંધનીય છેકે, દમણમાં એકસાથે 15 કેસ આવ્યા છે અને હાલ 60 જેટલા એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો