ફરિયાદ:અતુલમાં ઘરમાં ઘુસી જોઇન્ટ મેનેજર પર હુમલો કરી 3 ફરાર

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ બુમાબુમ કરતા પતિએ પ્રતિકાર કર્યો, FIR નોંધાઇ

વલસાડના અતુલ ખાતે કંપનીના પાવર પ્લાન્ટમાં જોઇન્ટ મેનેજર તરીકે નોકરી કરતાં પ્રમોદકુમાર પરમેશ્વરસિંગ,તેમના પત્ની પૂજાસિંગ અને નાની દીકરી અનિષ્કાસિંગ જમી પરિવારી રાત્રે સૂઇ ગયા બાદ મધરાતે પોણા 3 વાગ્યાના સુમારે ઘરમાં 3 અજાણ્યા ઇસમો પાછલા દરવાજાની જાળઈ તોડીને પ્રવેશ કરી ગયા હતા.દરમિયાન પત્ની પૂજાસિંગ ઉંઘમાંથી જાગી જતાં કટર જેવા સાધન સાથે આવેલા ઇસમોને જોઇ લેતા જાગી જતાં ગભરાઇને બુમાબુમ કરી મૂકી હતી.

જેને લઇ પતિ પ્રમોદકુમાર જાગી જઇ ઇસમોને પકડવા પ્રયાસ કર્યો પરંતું આ ઇસમોએ કટર જેવા તિક્ષ્ણ સાધનથી ફટકો મારી પ્રમોદકુમાર ઉપર હુમલો કરતા જમણા હાથની કોણી અને પગમાં ઇજા પહોંચતા લોહિલૂહાણ થઇ ગયા હતા.દરમિયાન તેમણે આગળનો દરવાજો બંધ કરી દીધો હતો જેને લઇ આ ઇસમો પાછળના દરવાજેથી ભાગવા જતાં પકડવા કોશિશ કરી પરંતું તેઓ બહાર નિકળીને ફરાર થઇ ગયા હતા.પ્રમોદકુમારે સિક્યુરિટીને બુમો પાડી અતુલ કંપનીના કન્ટ્રોલ રૂમ પર ફોન કરી ઘટનાની જાણ કરતા 15 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી.

જ્યાં ઇજાગ્રસ્ત મેનેજરને સારવાર અર્થે કંપનીના દવાખાને લઇ ગયા બાદ પારડીની કુરેશી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.પ્રમોદકુમારે રૂરલ પોલીસ સમક્ષ અજાણ્યા ત્રણ ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી.અતુલ કંપનીના પાવર પ્લાન્ટ જોઇન્ટ મેનેજર પ્રમોદકુમારે તેમના ક્વોર્ટરમાં ચોરીના ઇરાદે ઘૂસી ગયેલા ઇસમો ભાગી જતાં પ્રમોદકુમારે તેમનો પીછો કર્યો ત્યારે અંધારામાં આ ઇસમોએ પત્થર મારો કરતા પત્થરો દરવાજા સાથે અથડાયા હતા.જો કે પ્રમોદકુમાર બચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...