તપાસ:વલસાડમાં એપાર્ટમેન્ટની જર્જરિત 3 બાલ્કની તૂટી પડી

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ ફ્લેટની બાલ્કની ગેરકાયદે હોવાનું તપાસમાં જણાયું

વલસાડના મોટાબજાર નજીક મહેતવાડમાં આવેલા જૂના વર્ધમાન એપોર્ટમેન્ટના 3 ફલેટોની બાલ્કની જર્જરિત થઇ ગઇ હતી. જેમાં કોઇ રહેતું ન હતું. આ એપાર્ટમેન્ટના ઉપલા માળના 3 ફલેટોની બિસ્માર બાલ્કની શુક્રવારે 11 વાગ્યાના સુમારે તૂટી પડતાં અવાજ સાંભળીને લોકો બહાર નિકળી આવ્યા હતા. રહીશો પણ અવાક થઇ ગયા હતા. જો કે એપાર્ટમેન્ટના પાછળ ખુલ્લી જગ્યામાં ઉપરથી બાલ્કનીનો કાટમાળ ખંખેરાઇ પડ્યો હતો. જેને લઇ કોઇ જાનહાનિ સર્જાતા બચી ગઇ હતી.

આ ઘટનાની જાણ થતાં જ વલસાડ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર ધસી ગઇ હતી. જો કે કોઇ જાની નુકસાન ન થતાં રાહત અનુભવી હતી. બીજી તરફ મામલતદાર કચેરીને પણ આ અંગે જાણકારી મળતાં ટીમ પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કરાયું હતું. આ બાળકની જે તે સમયે બિલ્ડરે ગેરકાયદે તાણી બાંધી હોવાનું પાલિકાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...