રૂપિયા 3 લાખની લાંચનો મામલો:વલસાડની સોળસુંબા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્કના 3 દિવસના રિમાન્ડ મંજૂર

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામની મંજૂરી આપવા માટે રૂ. 15 લાખની માંગણી કરી હતી
  • પ્રથમ હપ્તાના ભાગ રૂપે 3 લાખ સ્વીકારતા સુરત ACBની ટીમે ઝડપી પાડયા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે એક પરિવારની વડીલો પાર્જિત જમીનમાં રહેણાંક મકાન બાંધવા માટે અને વાણિજ્ય હેતુથી દુકાન બનાવવા માટે પંચાયતમાં પરમિશન માંગી હતી. ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્કએ બાંધકામની પરમિશન આપવા માટે રૂ 15 લાખની લાંચની માંગણી કરી હતી. જે સમાધાન થતા 12 લાખ નક્કી કરવામાં આવ્યા હતા. લાભાર્થી લાંચ આપવા માંગતો ન હોવાથી તેમણે ACBની હેલ્પલાઈન ઉપર ફરિયાદ નોંધાવી હતી. તે કેસ સુરત ACBની ટીમે લાંચનું છટકું ગોઠવી ડેપ્યુટી.સરપંચ અને હંગામી ક્લાર્કને લાંચ લેતા ઝડપી પાડયા હતા. આજ રોજ વાપીની સેશન્સ કોર્ટમાં બંને આરોપીઓને ACBની ટીમે રજુ કરી રિમાન્ડની માંગણી કરી હતો. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીનો દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની સ્પેશયલ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ACBની ટીમે રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાં આવેલી એક જમીન માલિકે તની જમીનમાં રહેણાંક મકાન અને વાણિજ્ય હેતુ માટે દુકાન બનાવવાની હોવાથી ગ્રામ પંચાયત બાંધકામની મંજૂરી અને ઠરાવની નકલ માટે અરજી કરી હતી. જે અરજી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના હાથે લાગતા અરજદારને બોલાવી તેમની પાસેથી બાંધકામની મજૂરી અને ઠરાવની નકલ આપવા માટે રૂ. 15 લાખની લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચિયા અધિકારીઓ અને ડેપ્યુટી સરપંચને લાંચ આપવા માંગતા ન હોવાથી ACBની હેલ્પલાઇન નંબર ઉપર લાંચિયા અધિકારીઓ અને ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે સુરત ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. સોળસુંબા ગ્રામ પંચાયતના ગેટ પાસે કારમાં સુરત ACBની ટીમની હાજરીમાં પંચાયતના હંગામી ક્લાર્ક કૃષાંગ હિતેશભાઈ ચંદારાણાએ રૂ 3 લાખની લાંચ સ્વીકારી હતી. અને ACBની ટીમની હાજરીમાં પંચાયતના ડેપ્યુટી સરપંચ અમિતકુમાર મણીલાલ પટેલને લાંચની રકમ મળી ગઈ હોવાનું જણાવ્યું હતું. ACBએ બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડયા હતા. સુરત ACBની ટીમે બંને આરોપીઓને આજ રોજ વાપીની સ્પેશયલ કોર્ટમાં રજૂ કરીને બંને આરોપીઓના રિમાન્ડની માંગણી વાપીની સ્પેશયલ કોર્ટના જજ કે.જે. મોદી સમક્ષ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ACBની ટીમે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...