વલસાડ પોલીસે આંતર રાજ્ય ઘરફોડ ચોરી આચરતી કુખ્યાત ચડ્ડી ગેંગના 7 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પારડી અને વલસાડ રૂરલ પોલીસ હદ વિસ્તારના અતુલમાં ઘરફોડ ચોરો મળી 15 જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. તે કેસમાં પારડી પોલીસની તાપસ પૂર્ણ થાય બાદ વલસાડ રૂરલ પોલીસે ટ્રાન્સફર વોરંટ વડે ચડ્ડી ગેંગના 7 આરોપીના કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓને વલસાડની કોર્ટમાં રજૂ કરીને 7 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ SOG અને LCBની ટીમ પારડી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન વલસાડ LCBના PSI પનારાને મળેલી બાતમીના આધારે નાના વાઘછીપા- ચિવલ રોડ ઉપર જતી કાર નંબર (GJ-01-RD-9857)માં આંતર રાજ્ય ચડ્ડી ગેંગના 7 જેટલા સાગરીતો કોઈ ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. ગેંગના સાત આરોપીઓને ઝડપી પાડવા વલસાડ LCBની ટીમના જવાનોએ વોચ ગોઠવી હતી. ચડ્ડી ગેંગના 7 જેટલા સાગરીતોને ઝડપી પાડયા હતા.
ઝડપાયેલા ચડ્ડી ગેંગના સાગરીતોએ પારડી અને વલસાડ તાલુકામાં અતુલ ખાતે ઘરફોડ ચોરી મળી અંતર રાજય 15 ચોરીઓના ભેદ ઉકેલ્યા હતા. વલસાડ LCBની ટીમે આરોપીને ઝડપી પારડી પોલીસને તપાસ સોંપી હતી. પારડી પોલીસની તપાસ પૂર્ણ થતાં આરોપીઓને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમે ચડ્ડી ગેંગના 7 આરોપીના ટ્રાન્સફર વોરંટ વડે કબ્જો મેળવી અતુલ ખાતે થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં ચડ્ડી ગેંગના 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વલસાડ રૂરલ પોલીસની ટીમે આરોપીઓના કોર્ટ પાસેથી 3 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.