વલસાડ પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચણવઇ બ્રિજ પાસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકવા ઇશારો કરવા છતાં ચાલકે કાર ભગાડી મૂકતા પોલીસે પીછો કરી પારનેરાપારડી સુગર ફેક્ટરી સામે આંતરી લેતાં કારચાલકે રિવર્સમાં લેતા પાછળ આવતા વાહનો વચ્ચે કાર ફસાઇ જતાં પાછળ દોડેલી પોલીસની લાકડી લાગતા કારના કાચ ફુટી ગયા હતા.
પોલીસે કારમાં બેઠેલા પવનકુમાર લાખેરા,રહે.સાઇ મિલન સો.સામે એસએમસી આવાસ,પાલનપુર,ઓમપ્રકા શ કનૈયા લખારા,રહે.વિશ્વકર્મા સો.રાંદેર રોડ,સુરત અને સુનિલ લક્ષ્મીલાલલખારા,રહે. અશોકા વાટિકા સો.પાલનપુર જકાત નાકા,સુરતનાઓની ધરપકડ કરી કારમાંથી 276 નંગ બોટલો કિ.રૂ.100800,1મોબાઇલ અને કાર સહિત રૂ.6.05 લાખનો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપી દમણના રઇશ પટેલ,સુરત કોસાડ આવાસના જેનિસર પટેલ,રામસિંગ ચૌહાણ,હહે.ગંગાધરા,ડિ ંડોલી સુરત,પાયલોટિંગ કરનારા રાકેશ ચૌહાણ,રહે.અમરોલી કોસાડ આવાસ સુરત અને જીતુ પટેલ,રહે.ડિંડોલી નવાગામનાઓ સહિત કુલ 7 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.