ધરપકડ:વલસાડ ગુંદલાવમાં ટેન્કરમાંથી ફેવિકોલની ચોરી કરતાં 3 ઝડપાયા

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગુનામાં સામેલ એક ઇસમ પોલીસને જોઇ ફરાર થઇ ગયો

વલસાડના ગુંદલાવમાં એક ટેન્કરમાંથી ફેવિકોલની ચોરી કરી રહેલા 3 ઇસમને રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા.એક ઇસમ પોલીસ ટીમને જોઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ટેન્કરમાંથી ફેવિકોલની ચોરી કરાઇ રહી હોવાની બાતમી મળી હતી.

આ બાતમીના આધારે પોલીસ ટીમે મોડી સાંજે ગુંદલાવમાં શક્તિનગર ખાતે એક ટ્રાન્સપોર્ટ ઓફિસ સામે પાર્ક કરેલા ટેન્કરમાંથી કેટલાક ઇસમ ફેવિકોલની ચોરી કરતા નજરે પડ્યા હતા.પોલીસે છાપો મારી ટેન્કરના ચાલક સહિત 3ને ઝડપી પાડ્યા હતા. એક ઇસમ લાગ જોઇને સ્થળ પરથી ફરાર થયો હતો.પોલીસે 400 લિટર ફેવિકોલ અને ટેન્કર મળી 35.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ટેન્કર ઉમરગામની કંપનીમાં લઇ જવાતું હતું
વલસાડ રૂરલ પોલીસે પકડાયેલા ટેન્કરચાલકની પુછપરછ કરતા આ ટેન્કરમાં ફેવિકોલનો જથ્થો દહેજથી ભરીને ઉમરગામની એક કંપનીમાં લઇ જવામાં આવી રહ્યો હતો.વધુમાં કોઇ ઇસમે તેને થોડા રૂપિયા આપવાની લાલચ આપી ફેવિકોલની ચોરી કરવા જણાવતા ટેન્કર ચાલકે આરોપીઓને ફેવિકોલ ટેન્કરમાંથી કાઢવા છુટ આપી હોવાનું પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...