તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના 3 કેસ, 1નું મોત

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ, પારડી અને વાપીના વધુ ત્રણ દર્દી કોરોનામુક્ત થયા

વલસાડ જિલ્લામાં કોરોના લગભગ નાબૂદ થવાને આરે પહોંચી ગયો છે. સોમવારે સમગ્ર જિલ્લામાં ફક્ત 3 કોરોના સંક્રમિત કેસ નોંધાયા હતા. આ સાથે વલસાડના ભદેલીમાં 62 વર્ષીય વૃધ્ધનું મોત નિપજ્યું હતું.

વલસાડ જિલ્લામાં જૂનના અંત સુધીમાં કોરોનાના કેસો તળિયે પહોંચી ગયા હતા. સોમવારે વલસાડમાં 2 અને વાપીમાં 1 મળી કુલ 3 કેસ જ નોંધાતા લોકોએ રાહતની અનુભૂતિ કરી હતી. જૂન માસના પ્રારંભ સાથે કોરોનાનું સંક્રમણની ગતિ ધીમી પડવા માડી હતી. આ સિલસિલો સતત આખા મહિના સુધી ચાલ્યો હતો. જેને લઇ જૂનના અંતિમ તબક્કામાં કેસો ઘટવાનો આંક તળિયે પહોંચી ગયો છે. સોમવારે જિલ્લામાં કેસ ઓછા થવા સાથે 3 દર્દીઓ કોરોનાથી મુક્ત થઇ જતાં ઘરે પહોંચ્યા હતા.

જો કે વલસાડના ભદેલી ગામે ભગત તળાવ પાસે રહેતા 62 વર્ષીય વૃધ્ધ દર્દીનું કોરોનાથી મોત થયું હતું. આમ વલસાડ જિલ્લો જૂનના છેલ્લા દિવસ સુધીમાં કોરોનામુક્ત થવાનું અનુમાન લોકો કરી રહ્યા છે. જો કે હજી માસ પૂર્ણ થવામાં બે દિવસ બાકી છે ત્યારે શું થાય તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...