તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિમાન્ડ:વલસાડમાં ઓનલાઇન ઠગાઈમાં 3ના જામીન રદ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોગરાવાડીના એક યુવક સાથે નાણાં રોકાણ માટે લોભામણી પ્રમોશન પધ્ધતિ અપનાવી ફેક આઇડી બનાવી રૂ.34 હજારની ઓનલાઇન છેતરપિંડી કેસમાં પકડાયેલા આરોપી અનસ ચોરાવાલા,અહમદ ઉર્ફ છબો અને અવેશના 5 દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ તેમને સાયબર પોલીસે ચીફ જ્યુડિશ્યલમાં આરોપીઓએ જામીન અરજી રજૂ કરી હતી.

જેમાં સરકારી વકીલ મનિષ પટેલની દલીલો ગ્રાહ્ય રાખી ચીફ જ્યુડિશ્યિલ મેજિસ્ટ્રેટ એચ.એ.દેસાઇએ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. સાયબર ક્રાઇમના ગુનામાં ઓનલાઇન છેતરપિંડીના વધુ 3 આરોપી અબ્દુલ્લા,ફૈઝ અને ધવલ મિસ્ત્રીને ચીફ જ્યુડિશ્યિલ કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં રિમાન્ડની માગણી કરવામાં આવી હતી.જેની સુનાવણીમાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા,

અન્ય સમાચારો પણ છે...