અબ્રામા જલારામ નગરમાં રહેતા અને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા દિલીપ બાબુરાવ ગીતે,ઉ.55 ગરૂવારે તેમની પત્ની સાથે ખરીદી માટે આવ્યા હતા. તેમને 5 હજારની જરૂર પડતા બેચર રોડ કેરી માર્કેટ સામે એચડીએફસી બેંકના એટીએમ કેબિનમાં પત્ની સાથે જઇ એસબીઆઇ બેંકનો કાર્ડ નાંખતા કાર્ડ ફસાઇ ગયું હતું. ત્યારે 18થી 19 વર્ષની હિન્દી ભાષી યુવતી હતી તેણે દિલીપભાઇને કહ્યું, મશીન પાછળ પુઠ્ઠા પર ગાર્ડના નંબર પર ફોન કરો તે આવીને કાર્ડ કાઢી આપશે તેમ કહેતાજેને લઇ ફરીથી આ પ્રોસેસ કરવા કહ્યું હતું. દરમિયાન એક 22થી 25 વર્ષનો યુવક એટીએમ મશીનની કેબિનમાં આવી ગયો હતો.
જેણે સિક્યુરીટીને વાત કરવા પત્નીને જણાવ્યું હતું. પરંતું કાર્ડ નિકળ્યું ન હતું. બાદમાં દિલીપભાઇ બેંકમાં ચાલતા આ યુવતી- યુવકે પત્નીની નજર ચૂકવી ફસાયેલું કાર્ડ કાઢી લઇ 3 વારના ટ્રાન્ઝેક્શનમાં 26, 900ની રકમ ઉપાડી લઇ ફરાર થયા હતા.
આ રીતે છેતરપિંડી કરવામાં આવી
યુવતીએ બતાવેલા એટીએમ પાછળના પુઠા પર લખેલા સિક્યુરિટી ગાર્ડના નંબર ઉપર દિલીપભાઇએ ફોન કરતા સામેથી કહેવામાં આવ્યું કે,અભી મૈ નિકલ ગયા હું આપ કેન્સલ કા બટન દબાઓ,ફીર ગુપ્ત નંબર ડાલો, ફીર એન્ટર દબાને કે બાદ કાર્ડ નિકલ આયેગા તેમ કહ્યું હતું. દિલીપભાઇએ આ પ્રોસેસ 2 વાર કરવા છતાં ફસાયેલું કાર્ડ મશીનમાંથી નિકળ્યુ ન હતુ. દિલીપભાઇની મોબાઇલ ઉપર ચાલૂ વાતમાં બાજૂમાં ઉભેલી યુવતીએ ફોન લઇને પેલા ગાર્ડ કહેવાતા સાથે હિન્દીમાં વાત કરી કે અબ ક્યા કરના હૈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.