કાર્યવાહી:દાનહના સીલી- મસાટ ગામે 27 ઘર અને 20 દુકાનોનું ડિમોલીશન કરાયું

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મસાટ ઔદ્યોગિક વસાહતમાં આઠ દુકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

દાનહમાં સરકારી જમીન અને રોડ માર્જીનમાં થયેલા ગેરકાયદે બાંધકામો સહિતના દબાણો દૂર કરવા પ્રશાસને હાથ ધરેલું ડિમોલીશન અભિયાન આગળ ધપાવતા શુક્રવારે સીલી અને મસાટ ગામે 25 દુકાનો અને 12 દુકાનોનું દબાણ દૂર કર્યું હતું.

દાનહ કલેકટરના દિશાનિર્દેશ અનુસાર સીલી ગામે ચોકીપાડા ગામમાં શુક્રવારે સેલવાસ મામલતદારની ટીમ સ્થળ પર પહોચી હતી અને અહીં 25દુકાનો,12રૂમ અને 2 ઘર જે ગેરકાયદે બાંધવામાં આવેલા હતાં જેનું જેસીબીથી ડિમોલીશન કરવામાં આવ્યુ હતું આ સાથે મસાટ ગામે સરકારી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પર કેટલાક લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરેલા જ્યાં મામલતદારની ટીમ પહોંચી 8 દુકાનદારોએ ગેરકાયદેસર કબજો કરેલો હતો જેને અને એક ઢાબાનું પણ નિર્માણ કરેલું જેનું પણ ડિમોલીશન કરવામાં આવ્યુ હતું. આ ડિમોલિશન અભિયાનને પગલે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...