તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:કોરાનાથી માતાપિતાને ગુમાવનાર 26 બાળકોને મળ્યા પાલક વાલીઓ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વલસાડમાં માતાપિતાના મૃત્યુથી 4 સંતાને છત્રછાયા ગુમાવી હતી

કોરોનાકાળમાં માતા પિતા બંન્નેના મૃત્યુથી છત્રછાયા ગુમાવી દેનાર વલસાડ જિલ્લામાં અનાથ બનેલા 26 બાળકને સરકારે માતાપિતા પાલક યોજના હેઠળ મહિને રૂ.4 હજાર સહાય આપશે. રાજ્ય સરકારે કોરોનાના કારણે કોઇ બાળકના માતાપિતા બંન્ને મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને દર માસ રૂ.4 હજારની આર્થિક સહાય યોજના અમલમાં મૂકી છે.જેમાં જિલ્લાના વલસાડ,પારડી,ધરમપુર,કપરાડા તાલુકામાં 26 બાળકોના માતા પિતાના મૃત્યુ થતાં નિરાધાર બની ગયા હતા.

આ અંગે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ કમિટિના ચેરપર્સન સોનલબેન સોલંકી,કમિટિ સભ્યો અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લામાં સર્વે કરાવી 26 બાળકના માતા પિતાનું કોરાનાથી કે કોરાનામાં અન્ય બિમારીથી આગળ પાછળ મૃત્યુ થઇ ગયું હોવાનું માલૂમ પડ્યું હતું.આવા માતાપિતા વિનાના થઇ ગયેલા 26 બાળકના વાલીઓમાં તેમના મૃતક માબાપના સગાસંબંધીઓ દ્વારા સહારો મળી રહ્યો છે.માતાપિતાની છત્રછાયા અને હૂંફ ગુમાનારા બાળકોના મોટા કાકા કે નાના કાકા તથા અન્ય સંબંધીઓ દ્વારા તેમની સારસંભાળ અને ગુજરાન માટે સરકાર દર મહિને રૂ.4 હજાર ચૂકવશે.

250 બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા
જિલ્લામાં કોરોનાકાળમાં કોરોનાથી કે કોરોના છતાં અન્ય બિમારીથી મૃત્યુ પામેલા બંન્ને માતા પિતા ઉપરાંત કોઇ એક એટલે કે માતા અથવા પિતા મૃત્યુ પામ્યા હોય તેવા પણ બાળકો અને એક જ વાલીપણામાં હોય તેવા 250 બાળકોની અરજી બાળ કલ્યાણ કમિટિ અને સુરક્ષા એકમ પાસે આવી છે.જો કે હાલની સરકારી સહાય યોજનામાં તેવા લાભાર્થીઓનો સમાવેશ થતો નથી પરંતુ તેમાં જે વિધવા સહાય પાત્ર છે તેને સરકારી સહાય મળી રહી છે તેવું સોનલબેને જણાવ્યું હતું.

આર્થિક સહાયથી સંભાળ સારી રીતે થશે
મારા મોટા ભાઇ વિજયભાઇના 4 સંતાનો 7 થી 13 વર્ષની વય ધરાવે છે.તેઓ તથા તેમના પત્નીનું કોરાનાકાળમાં બિમારીથી મૃત્યુ થયું હતું.તેમની 1 પૂત્રી અને 3 પૂત્ર છે.તેમની સારસંભાળ અમો રાખી રહ્યા છે.સરકારે પાલક વાલીઓને મહિને રૂ.4 હજાર ચૂકવવાની આર્થિક સહાય જાહેર કરી છે,તેનાથી મદદ મળશે.હું ઓટો ચલાવી ગુજરાન કરું છે પણ હવે આર્થિક બળ મળી રહેશે. > રાજેશ કાંસકીવાલા,વલસાડ

અન્ય સમાચારો પણ છે...