તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:માવઠાંથી કાંઠામાં 700 માછીમારના બુમલાના પાકને 2.50 કરોડનો ફટકો

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સાગર ખેડી નવો માલ લાવીને સૂકવવા મથામણ - Divya Bhaskar
સાગર ખેડી નવો માલ લાવીને સૂકવવા મથામણ
 • હવામાનમાં પલટાથી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં સૂકાવા નાંખેલો માલ બગડી જતાં છેવટે નષ્ટ કરવો મજબુર બન્યા

જિલ્લામાં વલસાડ,પારડી અને ઉમરગામ સુધીના દરિયા કાંઠાના 700 જેટલા નાની બોટધારક સાગરખેડૂતોના સૂકી મચ્છી બુમલાનો વ્યવસાયને તાજેતરના માવઠાંને લઇ ભારે નુકસાન થતાં આર્થિક સંકટમાં મૂકાયા છે.દ.ગુ.તથા મહારાષ્ટ્ર સુધી છુટક તથા હોલસેલમાં વેચતા માછીમારોના સૂકા બુમલાનો પાક તાજેતરમાં હવામાનના ફેરફારના પગલે થયેલા માવઠાં બાદ નિષ્ફળ જતાં કપરાં સંજોગો ઉભા થયા છે.ડિસેમ્બરના બીજા સપ્તાહમાં સૂકાવા નાંખેલો આ માલ બગડી જતાં છેવટે નષ્ટ કરવો પડતાં માછીમારોને અંદાજિત રૂ.2 રૂ.2.50 કરોડથી વધુનો ફટકો પડ્યો છે.

હવે આ માછીમારો ફરીથી સાગર ખેડી નવો માલ લાવીને સૂકવવા મથામણ કરી રહ્યા છે.વલસાડ જિલ્લામાં 60 કિમીના દરિયાઇ કાંઠાને લાગૂ,કકવાડી,ભાગલ,મગોદડુંગરી,ઉમરસાડી,માછીવાડ,કોસંબા,કોલક,નારગોલ,ખતલવાડા જેવા મુખ્ય 10 ગામના 700 જેટલા નાના માછીમારો કિનારે સૂકા બુમલાનો વ્યવસાય કરવામાં આવે છે.દરિયામાંથી તાજા બુમલા નાની બોટમાં પકડીને કિનારા પર લાંબી વાડ ઉભી કરી આ પાકને સૂકવવામાં આવે છે.જેની સારી ઉપજ મળે છે.પરંતું ડિસેમ્બરના બીજા અઠવાડિયા દરમિયાન માવઠું પડતાં સૂકવવા માટે નાંખેલા બૂમલા ભિંજાઇ જતાં નષ્ટ થયો છે.

આ માલ બજારમાં વેચી શકાય તેમ ન હોવાથી આ માછીમારો આર્થિક સંકટમાં મુકાયા છે. કુદરતી આફતને લઇ બુમલાના પાકને નુકસાન થતાં માછીમારો હવે બીજા તબક્કામાં નવા બમલા લાવી સુકા બુમલાનો પાક લેવા મજબુર બન્યા છે.જેના કારણે જિલ્લાના કાંઠાના ગામોમાં પ્રથમ પાકમાં અંદાજિત રૂ.2.00 થી 2.50 કરોડનો ફટકો હજારો માછીમારોને સહન કરવાની નોબત આવી છે.

સુકા બૂમલાનો વ્યવસાય કરતા એક માછીમારને 20થી40 હજારનું નુકસાન
જિલ્લામાં સૂકા બૂમલાનો વ્યવસાય 700 જેટલા નાના મછવારાઓ કરી રહ્યા છે.દરિયામાંથી તાજી મચ્છી,ઝિંગા, બુમલા પકડીને તેને કિનારે લાવવાથી લઇ સૂકવવા અને તેને વેચવા સુધીની એક ખેપમાં મછવારાને લગભગ રૂ.20 થી 40 હજાર સુધીનો ખર્ચ થાય છે.પરંતું પ્રથમ ફાલના સૂકા બૂમલાના પાકને નુકસાન થતાં અંદાજિત રૂપિયા અઢી કરોડથી વધુનું નુકસાન થવાનો અંદાજ સેવાય રહ્યો છે.

વલસાડ જિલ્લામાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓ માલ ઉપાડે છે
વલસાડ જિલ્લામાંં કાંઠા વિસ્તારમાં થતાં સૂકા બુમલાનો માલ લેવા મહારાષ્ટ્ર સુધીના નાના વેપારીઓ આવે છે.આ સિવાય દ.ગુ. વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો,શહેરોમાં માર્કેટમાં સૂકી મચ્છી બુમલા અને સૂકી માછલીઓનું ખરીદ વેચાણ થાય છે.

સરકારી સહાય પણ મળતી નથી.ઘરનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે
માવઠાંના કારણે જિલ્લાની 700 બોટના માછીમારોને ભારે આર્થિક નુકસાન વેઠ‌વો પડ્યો છે.સૂકવવા નાંખેલો માલ બગડી જતાં રૂ.2 થી અઢી કરોડનો ફટકો પડ્યો છે.સરકારી સહાય પણ મળતી નથી.માછીમારોને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.ફરીથી મચ્છી બુમલા સુકવીને ધંધો કરવાના પ્રયત્નો કરવા પડશે. - જિતેન્દ્ર ટંડેલ,બોટધારક,,હિંગરાજ

સૂકી મચ્છી બુમલાનો પાક નિષ્ફળ ગયો
જિલ્લાના દરિયાઇ કાંઠાના ગામોમાં 600થી 700 જેટલા નાના મછવારા એટલે નાના માછીમારો દરિયામાંથી બોટમાં મચ્છી,ઝિંગા બુમલાનો જથ્થો લાવીને કિનારા ઉપર વાડ બાંધીને તડકામાં સૂકવે છે.જેના માટે એક ખેપમાં તેમને કુલ રૂ.40 હજારનો માલ પડે છે.પણ ડિસેમ્બરના બીજા અઠવાડિયાનો મોટી કિંમતનો જથ્થો માવઠાનાં કારણે બગડી ગયો હતો. - ગીરીશ ટંડેલ, મંત્રી, અખિલ ભારતીય ફિશરમેન એસો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો