તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:વલસાડમાં બંધ મકાનમાંથી 25 તોલા દાગીનાની ચોરી થઈ, દંપતિ ઘર બંધ કરી કામ અર્થે જતાં તસ્કરો ઘૂસ્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વલસાડના છરવાડામાં કોસ્ટલ હાઇવેની બાજૂમા ધોળે દિવસે એક બંધ મકાનમાં ચોરટાઓએ ઘૂસી જઇ કબાટમાં મૂકેલા રૂ.1.87 લાખના અંદાજિત 25 તોલા સોનાચાંદીના દાગીના ચોરી જતાં ચકચાર જાગી હતી.તસ્કરોએેેેે બંધ મકાનનો લાભ લઇ અંદર પ્રવેશ કરી પહેલા માળે રૂમમાં કબાટ તોડીને ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વલસાડના ડુંગરી નજીક આવેલા કોસ્ટલ રોડ ઉપર રહેતાં વાસંતીબેન સુમનભાઇ પટેલ પતિ તથા દિકરા સાથે રહે છે.તેમનો પૂત્ર સુરત એરપોર્ટ ઉપર નોકરી કરે છે.જ્યારે પતિ સુમનભાઇ રિક્ષાનો ધંધો કરે છે.દરમિયાન સવારે પૂત્ર નોકરી પર અને પતિ 10.30 વાગ્યે રિક્ષા લઇને ઘરેથી નિકળી ગયા હતા.

જ્યારે વાસંતીબેનને કામ અર્થે વલસાડ જવાનું થતાં તેઓ પણ મકાનને તાળુ મારી બંધ કરી ગયા હતા.બપોરે એકાદ વાગ્યે જ્યારે વાસંતીબેન ઘરે આવીને અંદર ગયા ત્યારે પહેલા માળે જતાં તેમને સરસામન વેર‌વિખેર જોવા મળ્યું હતું.

રૂમમાં મૂકેલા લોખંડ અને લાકડાના કબાટમાં જોતાં તેમાં મૂકેલા સોનાચાંદીના દાગીના,સિકકા વગેરે ગાયબ જણાયા હતા.મકાનમાં રૂમમાં જૂના નવા સોનાચાંદીના અંદાજિત 25 તોલા દાગીના કબાટમાં હતા.જેની કુલ રૂ.1.87 ચોરી થવા જાય છે. આ ઘટનાની જાણ થતાં આજૂબાજૂના રહીશો પણ દોડી આવ્યા હતા.છેવટે ડુંગરી પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી.વાસંતીબેને આ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.

સ્લાઈડિંગ બારીમાંથી તસ્કરો પ્રવેશ્યા હતા
છરવાડાના બંધ મકાનમાં કોઇ હાજર ન હોવાનો ગેરલાભ ઉઠાવી તસ્કરો ચોરી કરવાના ઇરાદે પ્રવેશ્યા હતા.પ્રથમ મકાનનો દરવાજો લોક હતો જેને તોડવાના બદલે ચોરટાઓ પાછળના ભાગે જઇ મકાનની સ્લાડિંગ બારી ખોલીને અંદર પ્રવેશી ગયા હતા.તસ્કરોએ રેકી કરી હોવાની શંકા છે.

ખરીદેલા-ભેટમાં મળેલા દાગીના ચોરાયા
જૂનું મંગળસૂત્ર કિમત રૂ.30890, નવું મંગળસૂત્ર રૂ.30 હજાર, 3 નંગ સોનાની ચેઇન કિ.રૂ. 27383, સોનાનો સિક્કો 10 ગ્રામનો કિ.રૂ. 27070, સોનાની બુટ્ટી કિ.રૂ.2850, વિંટી નંગ 2 કિ.રૂ. 6546, સાનાનું લુઝર કિ.રૂ.5313, ચાંદીનું લુઝર કિ.રૂ. 1501, ચાંદીના કળા અને સાંકળા કિ.રૂ.2287 મળી આ તમામ બિલ સાથેના દાગીના હતા. જ્યારે લગ્ન વિગેર પ્રસંગોમાં મળેલી ભેટના દાગીનામાં સોનાની બે જોડી કડી, પાટલાં મળી 15 તોલા સોનુ કિ.રૂ.50 હજાર, ચાંદીના સાંકળા, કમ્મરપટ્ટો, જૂના સિક્કા મળી કુલ રૂ.187547ના દાગીનાની ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...