વેક્સિનની આડઅસર:વલસાડના કપરાડાના માંડવા PHCમાં 2 આશા વર્કરની વેક્સિન બાદ તબિયત લથડી, તંત્ર દોડતું થયું

વલસાડ10 મહિનો પહેલા
  • સારવાર બાદ સ્થિતિ સુધરતા રજા અપાઇ, 25 હેલ્થ વર્કરને રસી અપાઇ
  • તાલુકામાં વેક્સિનેશનનો દૌર ચાલુ રાખવામાં આવશે

જિલ્લાના કપરાડા તાલુકાના માંડવી પીએચસીમાં હેલ્થ વર્કરોને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે કોવિશીલ્ડ રસીકરણના કાર્યક્રમ દરમિયાન 2 આંગણવાડી બહેનોની તબિયત લથડી ગઇ હતી.તેમને ઓબ્ઝર્વેશનમાં મૂકી તાત્કાલિક સારવાર અપાયા બાદ સ્થિતિ સુધરતાં રજા આપવામાં આવી હતી.

જિલ્લામાં હાલે હેલ્થ વર્કરોને વેક્સિનેશન આપવાનો તબક્કો ચાલી રહ્યો છે.દરમિયાન કપરાડા તાલૂકાના અંતરિયાળ ગામ માંડવા ખાતેના પીએચસીની આંગણવાડી બહેનોને રસી આપપા માટે આરોગ્ય વિભાગે કાર્યક્રમ યોજ્યો હતો.આ રસીકરણમાં 25 જેટલી આંગણવાડી બહેનોએ ભાગ લીધો હતો.કોવિડ મહામારી સામે કવચરૂપ કોવિશીલ્ડ વેક્સિનેશનની પ્રક્રિયા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી.જેના ભાગરૂપ કપરાડાના માંડવામાં 25 જેટલી આંગણવાડી બહેનોને વેક્સિન અપાઇ હતી. દરમિયાન કપરાડા તાલુકાના માડવા આંગણવાડી-10માં ફરજ બજાવતી મયુરીબેને પ્રવિણભાઇ ગાંવિત અને વેરીભવાડા આંગણવાડીની 2 બહેનોને રસી અપાયા બાદ તબીયત લથડતા તાત્કાલિક ઓબ્ઝર્વેશનમાં સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.આ ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતાં.

અશક્તિ અને ગભરામણ થઇ હતી
માડવા પીએચસીમાં કોરોનાની રસી લીધાં બાદ અડધો કલાકમાં થોડી ગભરામણ અને અશક્તિ લાગી હતી.શ્વાસ લેવામાં થોડી તકલીફ અને હાથ પગમાં અશક્તિ જણાતા સારવાર લીધી હતી. - મયુરી ગાવિત, આંગણવાડી વર્કર, વેરીભવાડા

કોઇ ખાસ અસર થતી નથી
માડવા પીએચસી ખાતે હેલ્થ વર્કરોને કોવિડની રસી આપવામાં આવી હતી.આ રસી લીધા બાદ કોઇ ખાસ પ્રકારની અસર જણાઇ નથી.બંન્ને બહેનોને પીએચસીમાં સારવાર પૂરી પાડવામાં આવી હતી.રસી લીધા બાદ કોઇ વધુ પડતી તકલીફ નથી. - ડો.દિવ્યેશ પટેલ, તબીબ, માડવા

14 હજારના લક્ષ્યાંક સામે 10,700ને વેક્સિન અપાઇ
જિલ્લામાં આરોગ્ય વિભાગના 14,000 હેલ્થ વર્કરોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.જેમાંથી અત્યાર સુધી કુલ 10,700ને વેક્સિન અપાઇ છે.હજી વેક્સિનેશનનો દૌર ચાલૂ રાખવામાં આવશે. - ડો.અનિલ પટેલ, સીડીએચઓ

અન્ય સમાચારો પણ છે...