સ્ક્રેપની આડમાં દારૂની હેરાફેરી:વલસાડના રેટલાવ પાસેથી સુરત લઈ જવાઈ રહેલો દારૂનો જથ્થો ઝડપાયો, 23,736 બોટલ કબજે કરવામા આવી

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્દોરની ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક સહિત 3 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા
  • 23,736 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 26,89,200 અને ટ્રક મળી કુલ રૂ. 41,88,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે પારડીના રેટલાવ ગામમાં ભાગીની સમાજ સ્કૂલની સામે એક ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાંથી વેસ્ટ કચરાની 170 ગુણની આડમાં સુરત તરફ લઈ જવાતો 636 દારૂની પેટી જેમાં 23,736 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 26.89 લાખ અને ટ્રક મળી કુલ 41.89 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ LCBની ટીમે પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસની ટીમને સોંપી છે.

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે એક ટ્રક ન. MP-09-HG-5282માં વેસ્ટ કચરાની આડમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરી ટ્રક સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ LCBની ટીમે પારડીના રેટલાવ ભગીની સમાજ સ્કૂલ સામે ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાંથી 170 ગુણ કચરાના વેસ્ટની આડમાં 636 પેટીમાં 23,736 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ.26.89ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રક ચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા ટ્રક ચાલક ગુરૂમીતસિંઘ બચ્ચનસિંઘ ની પૂછપરછ કરતા ઇન્દોરની થ્રી સ્ટાર ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક ન. MP-09-HG-5282માં ઘઉંનો જથ્થો ભરી વાપી આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ કંપની સંચાલકે વાપીમાં ઘઉંનો જથ્થો ઉતાર્યા બાદ હાઈવેની એક હોટલમાં એક અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવી તેમનો સામાન દમણથી ભરીને જેતે જગ્યાએ પહોંચાડવા જણાવ્યું હતું. બીજા દિવસે દમણથી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસને ટ્રક ચાલકે ખોટા બિલો પણ રજૂ કર્યા હતા. પોલીસે દમણના 2 ઈસમો અને ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક મળી 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...