અનલોક-02 જોખમી:વલસાડ જિલ્લામાં વધુ બેના મોત સાથે વધુ 23 કેસ પોઝિટિવ

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સંક્રમણના એપી સેન્ટર વાપીમાં 16 કેસ
  • વલસાડ 4,પારડી, ઉમરગામ,કપરાડામાં 1, કોરોનાના 9 દર્દી સાજા થયા
  • જૂનના 30 દિવસમાં 183 કેસ

લોકલ સંક્રમણની વધતી જતી ભીતિ વચ્ચે વલસાડ જિલ્લામાં જૂલાઇ બેઠો ત્યારથી કોરોના બેકાબૂ બની રહ્યો છે.મંગળવાર 7 જુલાઇના રોજ 3 મહિલા સહિત કોરોના પોઝિટિવના વધુ 23 કેસ નિકળતાં સંક્રમણનો ડર વધતો જઇ રહ્યો છે.આ સાથે જિલ્લામાં કોરોનાથી વધુ 2 દર્દીના મોત થયા છે.આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 299 અને કુલ મૃત્યુની સંખ્યા 16 પર પહોંચી ગઇ છે.

જુલાઇ મહિનાના માત્ર 7 દિવસમાં જ 116 સાથે કુલ કેસનો આંકડો 299 પર પહોંચ્યો
લોકલ સંક્રમણની વધતી જતી ભીતિ વચ્ચે વલસાડ જિલ્લામાં જૂલાઇ બેઠો ત્યારથી કોરોના બેકાબૂ બની રહ્યો છે.મંગળવાર 7 જુલાઇના રોજ 3 મહિલા સહિત કોરોના પોઝિટિવના વધુ 23 કેસ નિકળતાં સંક્રમણનો ડર વધતો જઇ રહ્યો છે.23 નવા કેસમાં સૌથી વધુ 16 સંક્રમિત દર્દીઓ વાપી તાલુકામાં નોંધાયા છે.ઔદ્યોગિક નગરીમાં સંક્રમણ વધતું જ જઇ રહ્યું છે.વલસાડમાં 4,પારડી 1,ઉમરગામ 1 અને કપરાડા તાલુકામાં 1 કેસ નોંધાતા તમામ સંક્રમિતોને કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.આ સાથે જિલ્લામાં કોરોનાનો આંકડો વધીને 299 સુધી પહોંચી ગયો છે.જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના આગોતરા પગલાં વચ્ચે કોરોના પણ બેકાબૂ બનતા તંત્ર સામે પડકારજનક સ્થિતિ  સર્જાઇ રહી છે.જિલ્લામાં મંગળવારે કોરોના પોઝિટિવના વધુ 23 કેસ નોંધાતા દોડધામ મચી ગઇ હતી.જૂલાઇના પ્રારંભથી જોતાં ઓછામાં ઓછાં 9 થી 23 સુધીની સંખ્યામાં કેસો મળી આવ્યા છે.આ રફતાર આગળ કેવો સ્વરૂપ ધારણ  કરે છે તે જોવું રહ્યું.

કોરોના વલસાડ જિલ્લામાં
મંગળવારે પોઝિટિવ - 299
મંગળવારે મોત - 02
કુલ મૃત્યુ - 15
કોરોના મુક્ત - 09
કુલ કોરોના મુક્ત - 114

જિલ્લામાં 7 જુલાઇએ ક્યાં કેટલા કેસો
તાલુકોગામ/સ્થળઉંમરપુ/સ્ત્રી
વલસાડધારાનગર અબ્રામા58પુરૂષ
વલસાડજુજવા75પુરૂષ
વલસાડવાંકલ33પુરૂષ
વલસાડવલસાડ,પારડી28પુરૂષ
પારડીપારડી ટાઉન29પુરૂષ
વાપીચણોદ36પુરૂષ
વાપીભડકમોરા42પુરૂષ
વાપીઆનંદનગર40પુરૂષ
વાપીહનુમાન મંદિર60સ્ત્રી
વાપીસત્કાર બિલ્ડિંગ53પુરૂષ
વાપીબજાર સ્ટ્રીટ32પુરૂષ
વાપીચલા42પુરૂષ
વાપીડુંગરા49પુરૂષ
વાપીવૃંદાવન સોસાયટી55પુરૂષ
વાપીશ્રીરાધાકૃષ્ણ સોસાયટી40પુરૂષ
વાપીમોહિત ટાવર67પુરૂષ
વાપીમોહિત ટાવર64સ્ત્રી
વાપીપીપરિયા33સ્ત્રી
વાપીનીલા એપો.કોપરલી47પુરૂષ
વાપીછરવાડા60પુરૂષ
વાપીસૂર્યા કો.હા.હરિયા રોડ47પુરૂષ
ઉમરગામભીલાડ49પુરૂષ
કપરાડામેણઘા18પુરૂષ

વાપી-ટુકવાડાના  2 દર્દીના મોત
ઇમરાનગર વાપીની 68 વર્ષીય કોરોના પોઝિટિવ વૃધ્ધા અને વલસાડ સિવિલમાં પારડી ટુકવાડાના 49 વર્ષીય યુવાને સારવારમાં દમ તોડી દીધો.

નારગોલનો યુવક જામનગરથી ગયો હતો
જામનગરથી 2 જુલાઈએ પરત થયેલ નારગોલ બંદરનો યુવાન કોરોના પોઝીટિવ આવ્યો છે. મરીન શીપમાં  આ યુવક 01 જુલાઈના રોજ  જામનગર ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...