તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:વલસાડ જિલ્લામાં વોક-ઇન રસીકરણ કેન્દ્ર ઉપર ચાર દિવસમાં 22,588 લાભાર્થીઓએ રસી મુકાવી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં રજીસ્ટ્રેશન સાથે રસી આપવાનું શરૂ

સમગ્ર રાજયમાં વોક-ઇન વેક્સિનેશનનો પ્રારંભ કરાયો છે. વલસાડ જિલ્‍લામાં આ મહાઅભિયાન અંતર્ગત ચાર દિવસ તા.25 જૂન 2021 સુધી કુલ 22,588 લાભાર્થીઓએ રસીકરણ કરાવ્યું છે. જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર 21 જૂનથી 25 જૂન દરમિયાન કુલ 90થી વધુ રસીકરણ કેન્દ્રો ઉપર 22,588 લાભાર્થીઓએ વેક્સિનેશન કરાયું છે.

4.14 લાખથી વધુ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

વલસાડ જિલ્લામાં 16 જાન્યુઆરીથી અલગ અલગ રસીકરણ કેન્દ્રો ઉપર આરોગ્ય કર્મચારીઓના રસીકરણથી શરૂઆત કરવામાં આવી છે. તબક્કાવાર રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 4.14 લાખથી વધુ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 1.40 લાખથી વધુ લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી આરોગ્ય વિભાગની કોરોના સામેની મહા લડાઈમાં સાથ આપ્યો છે.

4 દિવસમાં રજીસ્ટેશન કરાવ્યા વગર 22,588 લોકોએ કોરોના રસી મુકાવી

તાજેતરમાં નજીકના રસીકરણ કેન્દ્રો ઉપર ઓનલાઇન રજીસ્ટેશન કરાવ્યા વિના રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. રસીકરણ વધારવા અને લોકોને સમયસર રસી મળી રહે તેવા ખાસ ઉદ્દેશ્યથી વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ 21 જૂનથી શરૂ થયેલા કોરોના રસીકરણના મહા અભિયાનમાં વોક-ઇન રસીકરણ કેન્દ્રો ઉપર 4 દિવસમાં રજીસ્ટેશન કરાવ્યા વગર 22,588 લોકોએ કોરોના રસી મુકાવી હતી.

100% રસીકરણ કરાવી જિલ્લો કોરોના મુક્ત બને

ત્રીજી લહેરમાં જિલ્લાના લોકો ઓછા સંક્રમિત થાય અને જિલ્લામાં 100% રસીકરણ કરાવીને જિલ્લાને કોરોના મુક્ત જિલ્લો બનાવવા આરોગ્ય વિભાગની ટીમ જુમ્બેશ ઉઠાવી રહી છે. આગામી દિવસોમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવશે. ત્‍યારે વલસાડ જિલ્લાના વધુમાં વધુ લોકો વેક્સિનેશનનો લાભ લઇ કોરોના મુક્‍ત અભિયાનમાં સહયોગ આપવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિલ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

અન્ય સમાચારો પણ છે...