તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:વલસાડ જિલ્લામાં 21109 કર્મચારીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો, વેક્સિનેશનના બીજા ડોઝની કામગીરી શરૂ

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં કોરોના વાઇરસની રસી માટેના અભિયાનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્‍યકર્મીઓ તથા ફ્રન્‍ટલાઇન વર્કરોને વેક્સિનેશન આપવામાં આવી રહી છે. જેમાં જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રો, સ્‍ટેટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલના આરોગ્‍યકર્મીઓ, પોલીસ, મહેસુલ, શિક્ષણ, આઇ.સી.ડી.એસ., તાલુકા- જિલ્લા પંચાયત હસ્‍તકની કચેરીઓના સ્‍ટાફ મળી કુલ 21109 કર્મચારીઓને વેક્સિનેશન આપવામાં આવી છે.

કોરોના વાઇરસથી સુરક્ષિત રાખવા માટે આ રસીકરણ કામગીરી કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયેથી તા.15 ફેબ્રુઆરી 21થી રસીકરણનો બીજા રાઉન્‍ડનો ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે 500 હેલ્‍થ વર્કરો અને ફ્રન્‍ટલાઇન વર્કરોને બીજો ડોઝ આપવાનું આયોજન કરાયું છે. વલસાડ જિલ્લાને કોરોનામુક્‍ત ઝોન તરફ લઇ જવાનો સફળ પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં જિલ્લાના વિવિધ ખાતાના અધિકારી-કર્મચારીઓની સંપૂર્ણ સહકાર પ્રાપ્‍ત થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો