ચૂંટણીનો ગરમાટો શરૂ:વલસાડ પાલિકાની 5 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત 21 ઉમેદવારી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ પાલિકાની ખાલી પડેલી 5 બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારીપત્રો નોંધાવવાના શનિવારે છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષો સહિત કુલ 20 ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન પત્રો રજૂ કરતા ચૂંટણીનો ગરમાટો શરૂ થયો છે. જેમાં ભાજપે વોર્ડ નં.5 અને 6માં જૂના જોગીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે સિમ્બોલ ઉપર 2 સભ્ય ઉતાર્યા છે, બાકીના બે અપક્ષને ટેકો જાહેર કર્યો છે..

પાલિકાના 4 સભ્યોને મ્યુનિસિપાલિટી કમિશ્નરે સભ્યપદેથી માર્ચ 2021માં દૂર કરી દેતા આ બેઠકો ખાલી પડી હતી. જ્યારે વોર્ડ નં.1માં ભાજપના એક સભ્યનું મૃત્યુ થતાં ખાલી પડેલી 5 બેઠકની પેટા ચૂંટણી 3 ઓક્ટોબરે યોજાશે. જેના પગલે 17 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસ શનિવારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષોએ ચૂંટણી અધિકારી નિલેશ કુકડિયા સમક્ષ ફોર્મ રજૂ કર્યા હતા. જેમાં ભાજપે તમામ 5 બેઠક પર ઉમેદવારો મૂક્યા છે જ્યારે કોંગ્રેસે સિમ્બોલ ઉપર વોર્ડ નં.1માં 1 થતા વોર્ડ નં.6માં 1 ઉમેદવાર પાસે ફોર્મ ભરાવ્યું છે.

આ ઉપરાંત કોંગ્રેસે વોર્ડ નં.1ના અપક્ષ ઉમેદવારને અને વોર્ડ નં.5માં 1 ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. શનિવારે ડમી ઉમેદવારો અને પાર્ટીના ઉમેદવારો સહિત 20 અને શુક્રવારે કોંગ્રેસે ભરેલા 1 સહિત કુલ 21 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. હવે આ ઉમેદવારીપત્રોની ચકાસણી 20 સપ્ટેમ્બરે અને ફોર્મ ખેંચવાની 21 સપ્ટેમ્બર બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. આમ અંતિમ દિવસે ભાજપમાંથી ડમી સહિત 12 ઉમેદવાર, કોંગ્રસ સિમ્બોલ પરથી 1 ઉમેદવાર અને 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા. ભાજપના ઉમેદવારો સાથે જિ. મહામત્રી કમલેશ પટેલ,ઉપપ્રમુખ જિતેશ પટેલ, ધારાસભ્ય ભરતભાઇ પટેલ, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ રાજેશ ભાનુશાલી, શહેર ભાજપ પ્રમુખ કંદર્પ દેસાઇ હાજર રહ્યા હતા.

ભાજપના માજી સભ્યો અપક્ષમાંથી લડશે
2012-17માં પાલિકાના આરોગ્ય ચેરમેન રહી ચૂકેલા ભાજપના માજી સભ્ય ધર્મેશ ડાંગે કોંગ્રેસના મોગરાવાડીના સભ્ય સંજય ચૌહાણ સાથે ચૂંટણી અધિકારી સમક્ષ વોર્ડ નં.5માં અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે,જેમને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે.વોર્ડ નં.5માં ભાજપના ટેકેદાર રહેલા અપક્ષ યશેષ માલીએ અને તેમના પત્નીએ પણ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.જયારે માજી પ્રમુખ રાજૂ મરચાંનું સભ્યપદ રદ થતા તેમના પૂત્ર વિકાસ રાજેશ પટેલે વોર્ડ નં.2માં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...