તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસ્સા જિંદગીના, જિંદગી બચાવવાના:2020: કોરોનાએ સ્વાસ્થ્ય-મની મેનેજમેન્ટના પાઠ શીખવ્યા

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોનાએ સ્વાસ્થ્ય-મની મેનેજમેન્ટના પાઠ શીખવ્યા - Divya Bhaskar
કોરોનાએ સ્વાસ્થ્ય-મની મેનેજમેન્ટના પાઠ શીખવ્યા

એક દિવસ પછી વર્ષ 20-20 વિદાય લઈને નવા વર્ષનું આગમન થશે. જોકે વિતેલા વર્ષમાં વૈશ્વિક કોવિડ -19 મહામારીએ સમગ્ર દેશની સાથે વલસાડ જિલ્લાને પણ ધમરોળ્યું હતું. વર્ષ 2020માં 8થી વધુ મહિનામાં કોરોનાની બુમરેણ સંભાળાતી રહી હતી. સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર આ મહામારીએ લોકોની જીવનશૈલી અને જીવન ઉપર ઘણી અસર કરી છે.

કોરોના મહામારીમાં કેટલાક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તો કેટલાકને પોતાની ધંધા વેપાર અને નોકરી ઉપર અસર થઈ છે. જોકે આફતને અવસરમાં બદલી દેનારાએ જીવનમાં હંકારાત્મક સંદેશ પણ વિતેલા વર્ષમાં આપતા ગયા છે. દિવ્ય ભાસ્કર કોરોના કાળમાં પોતાના જીવનમાં આવી પડેલા આફતને અવસરમાં તબ્દીલ કેવી રીતે કર્યા તેના અનુભવો લઈને રજૂ કર્યા છે. જેથી કરીને આવનારા દિવસોમાં અને વર્ષમાં લોકો હંકારાત્મક ઉર્જા સાથે પોતાના જીવનનું આયોજન કરી શકે. એક તરફ વર્યો વૃદ્ધ દર્દીઓએ પોતાની આંતરિક શક્તિ જગાવીને કોરોનાને માત આપી જીંદગીને જીવંતા બક્ષી છે. આવનાર વર્ષ વધુ ઉર્જાવાન અને આશાઓથી ભરેલું રહે એ અભ્યાર્થના સાથે

કિસ્સા જિંદગીના, જિંદગી બચાવવાના

 • સ્વાસ્થ્ય મનોબળ વધ્યુ, નવી ઉર્જાનો સંચાર
 • કરકસર ઓછી આવકમાં જીવન નિર્વાહસ્વાસ્થ્ય
 • કોવિડ મહામારીએ જાગૃતિ વધારી

કોરોનાની સારવાર બાદ વાપીના 66 વર્ષિય અનાવિલ મોનિંગ વોક કરે છે, 150 ઇંજેકશન અને હેવી દવાઓના ડોઝ છતાં પણ કોરોનાને માત આપી હતી
વાપી ટાઉન નહેરૂ સ્ટ્રીટ જૈન દેરાસર સામે રહેતાં અનિલભાઇ ઝીણભાઇ દેસાઇ (મામા) ઉ.વ.66 જુલાઇમાં કોરોના પોઝિટિવ આવ્યા હતાં. આ સમયે સરકારે ખાનગી હોસ્પિટલને સારવારની મંજુરી આપી ન હતી. જેથી વાપી જનસેવા હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જયાં ખાનગી હોસ્પિટલમાંથી ડો.વિનય અને ડો. હેમાશુંએ સારવાર આપવાનું શરૂ કર્યુ હતું. એક સમયે તેમને પોતે બચશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો હતો.

ડાયાબિટિશન બોર્ડર પર હોવા છતાં પણ વૃધ્ધ અનાવિલે કોરાનાને માત આપી હતી. દિવ્ય ભાસ્કર સાથેની વાત-ચીતમાં તેમણે જણાવ્યુ હતું કે 28 દિવસ કોરોનાના કારણે હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હવે રોજ દર બે કલાકે બાફેલી વસ્તુ ખાવ છું. દામ,અખરોટ,ખજુુરનો ઉપયોગ કરી રહ્યું છે. રોજ 8 કિ.મી સુધી મોનિંગ વોક કરી રહ્યો છું. કોરોનામાં મારુ 14 કિલો વજન ઉતરી ગયુ હતું. હાલ ફરી 14 કિલો વજન વધારી દીધું છે. હાલ રોજ સવારથી મોનિંગ વોક સાથે તંદુરસ્તી જળવાઇ રહે તે મુજબ દિવસ પસાર કરી રહ્યો છું.

ટ્રાવેલ્સનો 30 હજારનોધંધો બંધ થતાં કંપનીમાં નોકરીએ લાગ્યો

વાપીનો યુવક ટ્રાવેલ્સનો ધંધો કરી મહિને 30,000થી વધુની કમાણી કરી લેતો હતો. જોકે કોરોનાને લઇ ધંધો બંધ થતા તે એક કંપનીમાં નોકરીએ લાગી ગયો હતો. જ્યાં હવે તેને રૂ.17000 દર મહિને મળવા છતાં મની મેનેજ કરી પહેલાની જેમ જ તે ઘર ચલાવી રહ્યો છે. વાપીના નામધામાં રહેતા જીતુભાઇ વાઘ વર્ષોથી ટ્રાવેલ્સનો ધંધો કરી ઘર ગુજરાન ચલાવતા હતા. કોરોનાને લઇ લોકડાઉન થતા તેમનો ધંધો ઠપ્પ થઇ ગયો હતો. રાહ જોઇ કોઇ વિકલ્પ ન મળતા અંતે ધંધો બંધ કરી તેઓ સરીગામની ગણેશ કેમિકલ ઇંડસ્ટ્રીઝમાં માર્કેટિંગમાં નોકરીએ લાગી ગયા હતા. ટ્રાવેલ્સમાં મહિને રૂ.30,000થી વધુની કમાણી કરતા જીતુભાઇને હવે માત્ર રૂ.17,000 પગાર મળે છે. જોકે તે છતાં રૂપિયાને મેનેજ કરી ફાલતુ ખર્ચ ઓછું કરી પહેલાની જેમ જ તેઓ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.

વાપીમાં કોરોના બાદ તબીબો પણ યોગ પ્રણાયમ કરતાં થયા

વાપી શહેરમાં વહેલી સવારે લોકો મોર્નિંગ વોક કરવા નિકળતાં હોય છે, પરંતુ કોરોનાકાળ બાદ લોકો પોતાની સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપતાં થયા છે. તબીબો પણ યોગ અને પ્રણાયમ કરતાં થયા છે. યોગ શિક્ષક કમલેશ પટકરે જણાવ્યુ હતું કે હવે યોગ-પ્રણામયમાં લોકો સામેથી આવી રહ્યાં છે. તબીબો,પ્રોફેસર સહિત વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો પણ યોગ માટે આવી રહ્યાં છે. કોરોના પછી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. વાપીના આયુર્વેદિક ક્ષેત્ર સાથે જોડાયેલા ડો.આનંદ પૂજારી અને તેમની પત્ની અપૂર્વ છેલ્લા દોઢ માસથી યોગ શિબિરમાં આવી રહ્યાં છે.
હવે શરીરનું ધ્યાન આપવું જરૂરી
કોરોનામાં અનેક લોકોએ ઓછી રોગ પ્રતિકારક શકિત અને ડરના કારણે જીવ ગુમાવ્યાં છે. જેથી હવે શરીરનું ધ્યાન રાખવાની શીક મળી રહી છે. સ્વાસ્થ્ય સારુ હશે તો આપણે દરેક રોગનો મુકાબલો કરી શકીશું. જેથી યોગ અને પ્રણાયમની શરૂઆત કરી દીધી છે. તમામ લોકો યોગ અને પ્રણાયામ કરી પોતાના શરીર પ્રત્યે જાગૃત થાય તે જરૂરી છે. - ડો.આનંદ પુજારી,તબીબ,વાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો