બસ ન મળતા હોબાળો:વલસાડ એસટી ડેપોમાં ધરમપુરની બસ ન મૂકાતા 200 મુસાફરો અટવાયા, ડેપોમાં હોબાળો મચાવ્યો

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસ સ્ટેન્ડ પર પોલીસ બોલાવવાની ફરજ પડી
  • રાત્રે સાડા આઠ વાગ્યે બસ મૂકવામાં આવતા મુસાફરોએ રાહત અનુભવી

વલસાડ એસટી ડેપોથી ધરમપુર જાવા માટે બસ ન મુકાતા ધરમપુરના યાત્રીઓએ હંગામો મચાવ્યો હતો. સાંજે 5 વાગ્યા બાદ ધરમપુર જાવા માટે એક પણ બસ ન મુકાતા યાત્રીઓએ કંટ્રોલ કેબિન ખાતે હંગામો મચાવ્યો હતો. ધરમપુર ડેપોની બસો ન આવતા વલસાડ ડેપો ઉપરથી અન્ય બસો પણ મુકવામાં આવી ન હોવાથી ધરમપુરના યાત્રીઓએ હંગામો મચાવ્યો હતો. ઘટના અંગે વલસાડ ડેપોના કંટ્રોલરે તાત્કાલિક વલસાડ સીટી પોલીસને ઘટનાની જાણ કરી પોલીસ બંદોબસ્ત મંગાવી લીધો હતો. ત્યારબાદ 8:30 કલાકે ધરમપુરની બસ મુકાતા યાત્રીઓ શાંત થયા હતા.

વલસાડ ડેપો ખાતે આજ રોજ સાંજે 5 વાગ્યાથી ધરમપુર માટે જતી બસ ન મુકવામાં આવતા ધરમપુર ના 200 થી વધુ મુસાફરો અટવાયા હતા મુસાફરો દ્રારા સાંજે 8 વાગ્યા સુધી બસ ન આવતા હોબાળો મચાવવામાં આવ્યો હતો બસ ન આવતા વિદ્યાર્થીઓ, મહિલાઓ અને નોકરિયાત વર્ગને હાલાકી વેઠવાનો વાળો આવ્યો હતો વારંવાર રજુઆત કરવા છતાં પણ ધરમપુર માટે બસમાં વધારો ન કરવામાં આવતા મુસાફરો એ બસમાં ઘેટા બકરાની જેમ જવું પડે છે ત્યારે આજ રોજ ધરમપુર માટે એક પણ બસ ન મુકવામાં આવતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો હોબાળા ની જાણ વલસાડ સિટી પોલીસ ને થતા સિટી પોલીસની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી હોબાળો શાંત પાડ્યો હતો.વારંવાર એસ.ટી વિભાગમાં રજૂઆત કરવા છતાં એસ.ટી વિભાગ દ્રારા ધરમપુર માટે બસ મુકવામાં ન આવતી હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું ત્યારે ઉધતું એસ.ટી વિભાગ ક્યારે જાગશે અને મુસાફરોને પડતી તકલીફને ક્યારે પુરી કરશે એ જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...