ચૂંટણીનો ચકરાવો:વલસાડ જિલ્લામાંથી અત્યાર સુધી 42 ઉમેદવારો ફોર્મ લઈ ગયા, ફોર્મ ભરી પાછાં એક પણ ન આવ્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર 42થી વધુ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ લઈ ગયા છે. BJP અને કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે. વલસાડ જિલ્લામાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી જિલ્લાની તમામ બેઠકો ઉપર રાજકારણીઓની મીટ મંડાઈ છે. જિલ્લાની તમામ બેઠક ઉપર ટિકિટ ઇચ્છુક ઉમેદવારોની ગતિવિધિ ઉપર લોકો બાજ નજર રાખી રહ્યા છે.

ઉમેદવારો ફોર્મ તો લઇ ગયા પણ પાછું એક પણ આવ્યું નહિ
વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય કેરિયર બનાવવા ઇચ્છુક ઉમેદવારોમાં ભારે ચહલ પહલ જોવા મળી હતી. 5મી નવેમ્બરથી વલસાડ જિલ્લામાં ચૂંટણીના ઉમેદવારી ફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આજદિન સુધીમાં 20થી વધુ ફોર્મ ઉમેદવારો અને રાજકીય પક્ષના અગ્રણીઓ જિલ્લાના અલગ અલગ ચૂંટણી વિભાગમાંથી લઈ ગયા છે. જે પૈકી એકપણ ઉમેદવાર ફોર્મ ભરી આપી ગયા નથી.

ભાજપ તરફથી જિલ્લાની બાકીની ત્રણ બેઠક પર કોણ?
વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે. જેના ઉપર સૌની મીટ મંડાઈ છે. વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા એક બેઠક ઉપર મહિલાને દાવેદારી કરાવી શકે તેમ છે. સાથે રાજ્ય નાણાં મંત્રી પારડી બેઠક ઉપરથી કનુ દેસાઈ ઉમેદવારી નોંધાવી છે. કપરાડા બેઠક ઉપરથી રાજ્ય પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે. વલસાડ જિલ્લાની બાકીની 3 બેઠક ઉપર BJP કયાં ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે. તેના ઉપર રાજકારણીઓ નજર રાખી બેઠા છે.

ભાજપના ઉમેદવારો પર મીટ મંડાઈ
જિલ્લામાં BJP, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છેડાશે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમરગામ બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાનો બાકી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા વલસાડ અને ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી રહ્યા છે. જ્યારે BJP દ્વારા ઉમેદવારોના નામ અંતિમ ઘડીએ જાહેર કરવાના હોવાથી તમામ લોકોની મીટ BJPના ઉમેદવારોના નામોની યાદી પર મંડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...