તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:વલસાડ જિલ્લાની 2 મહિલા કર્મચારીઓને રાજ્ય મહિલા અયોગ દ્વારા શક્તિ એવોર્ડથી સન્માનિત કારાઇ

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય મહિલા અયોગ દ્વારા રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન જિલ્લાઓમાં ઉમદા કામગીરી કરનાર મહિલા કર્મચારીઓને બિરદાવવા એક કાર્યક્રમનું આયોજન ગાંધીનગર ખાતે મહિલા અયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દરેક જિલ્લાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને નારી શક્તિને બિરદાવવા ગાંધીનગર ખાતે એક કાર્યક્રમ મહિલા અયોગ દ્વારા યોજવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાની 2 મહિલા કર્મચારીઓને રાજ્ય મહિલા અયોગ દ્વારા શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

નારી શક્તિ એવોર્ડથી મહિલા આયોગ ગુજરાત રાજયની મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. મહિલાઓમાં રહેલી શક્તિઓને બિરદાવવા રાજ્ય મહિલા અયોગ દ્વારા નારી શક્તિ એવોર્ડથી રાજ્યની 42 મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. જેમાં વલસાડ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા મગોદ PHCમાં ફરજ બજાવતા ડો. સ્વાતિ પટેલ અને કોવિડમાં ધરમપુર તાલુકામાં PSI તરીકે ફરજ બજાવતા નીપા ટી પુરાણીએ કોરોનાકાળમાં લોકોને જાગૃત કરવા કરેલી ઉમદા કામગીરી કરવા બદલ જિલ્લામાંથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન જિલ્લાઓમાં લોકોને જાગૃત કરવા અને લોકોને મદદરૂપ થવાના ઉમદા હેતુથી કરેલી કામગીરીઓની નોંધ લઈને રાજ્ય મહિલા અયોગ દ્વારા રાજ્યની 42 નારીઓનું સન્માન રાજ્ય મહિલા આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું.

લસાડ મગોદ PHCના મેડિકલ ઓફિસર ડો. સ્વાતિ પટેલે રસીકરણ અંગે લોકોમાં કરેલી જાગૃતિ અને કોવિડ દરમિયાન PHC વિસ્તારમાં આવતા વિસ્તારમાં કરેલી ઉમદા કામગીરી બદલ ડો. સ્વાતી પટેલ અને ધરમપુરના તાત્કાલિક મહિલા PSI નીપા પુરાણીએ ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઘટાડવા લોકોમાં જાગૃતિ અને કાયદાનું પાલન કરાવવા જન જાગૃતિ આપવા બદલ ધરમપુર PSI નીપા પુરાણી, તેમ વલસાડ જિલ્લાની બંને મહિલાઓનું રાજ્ય મહિલા અયોગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લામાંથી 2 મહિલાઓએ નારી શક્તિ એવોર્ડ મેળવી રાજ્યમાં જિલ્લાનું નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...