ક્રાઇમ:વલસાડ હાઇવેથી કારમાં દારૂ સાથે 2 મહિલા ઝડપાઇ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ લઇ જવાતો હતો

વલસાડ એલસીબીએ બાતમીના આધારે મુકુંદ બ્રિજ પાસે એક કાર માંથી 31 હજારના દારૂ સાથે 2 મહિલાઓને ઝડપી પાડી હતી. એલસીબીએ બાતમી આધારે પાલઘરથી 2 મહિલાઓ કાર ન. GJ-01-rY-3811માં દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે મુકુંદ હાઇવે પરથી બાતમી વાળી કારને અટકાવી ચેક કરતા તેમાંથી 216 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 31,200, એક મોબાઈલ અને કાર મળી કુલ 5.36 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. કારમાંથી 2 મહિલાઓને ઝડપી પાડી હતી. જેમાં હેતલબેન રાજેન્દ્રકુમાર ભટ્ટ, રહે અમદાવાદ અને આરતીબેન ઈશ્વરભાઈ ગૌસ્વામી, રહે જામનગરને ઝડપી પાડ્યા હતા. બંને મહિલાઓ સામે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આરોપીઓની તપાસ માટે ધરમપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ સપ્લાય થતો હોવાની પહેલી ઘટના સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...