તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વલસાડના દારૂ કેસના 2 વોન્ડેટ આરોપી ઝડપાયા, બારડોલી અને ગુંદલાવથી ઝબ્બે

વલસાડ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વલસાડ રૂરલ પોલીસના ચોપડે દારૂની હેરાફેરીના કેસમાં સંડોવાયેલા નાસતા ફરતા 2 આરોપી બારડોલી અને ગુંદલાવથી ઝડપાઇ ગયા હતા. આ પૈકીના સુરત રહેતા એક આરોપીને બારડોલી પહોંચીને ધરપકડ કરી લીધી હતી. વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાની સૂચના અને ડીવાયએસપી એમ.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપવા શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાન પો.કો.વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહને રૂરલના દારૂના કેસના નાસતા ફરતા આઇ-104,શ્રી એવન્યુ મહારાણા પ્રતાપ ચોકની બાજૂમાં પરવત પાટિયા સુરત ખાતે રહેતો રૂપેશ રવજી પટેલ બારડોલીમાં હોવાની બાતમી મળતા પીએસઆઇ જી.આઇ.રાઠોડ અને રૂરલ પોલીસની ટીમે તેને બારડોલીથી ઝડપી લીધો હતો.ત્યારબાદ બીજા દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી અજીત રામસજીવન શર્મા, રહે,ગુંદલાવ ખાતેથી ઝડપી આ બંન્ને આરોપીને જેલભેગા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો