વલસાડ LCBની કાર્યવાહી:મંદિર ચોરી, ધાડ, લૂંટ અને હત્યા સહિતના 6 ગુનામાં સંડોવાયેલા 2 શખ્સો ઝડપાયા

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝડપાયેલા બંને આરોપીઓ કોરોના સંક્રમિત જાહેર થતા પોલીસ મથક સેનેટાઇઝ કરવામાં આવ્યું

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે 2 ઇસમોને અટકાવી ચેક કરતા બિલ વગર સોના ચાંદીના ઘરેણાં સહિત એક કારમાંથી 2 ઇસમોની અટકાયત કરી હતી. જેની પ્રાથમિક પૂછપરછ કરતા બંને ઈસમોએ વલસાડ જિલ્લા, નવસારી અને મહારાષ્ટ્રમાં લૂંટ ધાડ, મંદિરમાં ચોરી, ઘરફોડ ચોરી સહિત 6થી વધુ ઘટનાઓને અંજામ આપી ચુક્યા હોવાની કબૂલાત આરોપીએ કરી હતી. વલસાડ LCBની ટીમે બંને આરોપીઓને ઉમરગામ પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લા ઇન્ચાર્જ SP ઋષિકેશ ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ LCBની ટીમ વણ ઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે દરમ્યાન LCBના ASI અલ્લારખું અમીરભાઈ તથા HC અજય અમલાભાઈને મળેલી બાતમીના આધારે માલવ ફાટક 3 રસ્તા પાસે એક કારને અટકાવી કારમાં સવાર 2 ઇસમોને ઉતારી ચેક કરતા તેમની પાસેથી સોના ચાંદીના ઘરેણાં, 3 મોબાઈલ તથા રોકડા રૂ.18,951 મળી આવ્યા હતા.

LCBની ટીમે ઘરેણાં અંગે પ્રાથમિક પૂછપરછ કરતા વર્ષ 2019માં ઉમરગામ તાલુકાના ખાના ખજાના હોટલની બાજુમાં ઈમ્તિયાઝ શાહબુંદીન પટેલના બંગલામાં લૂંટ કરવાના ઇરાદે પ્રવેશી વોચમેનની હત્યા કરી લૂંટ ચલાવી હતી. બંગલામાં CCTVનું DVR સહિત વસ્તુઓ તોડી લૂંટ ચલાવી હતી. જે સિવાય કોઈ વલસાડ રૂરલ, ઉમરગામ, ધરમપુર નવસારી અને તાલાસરી મહારાષ્ટ્ર સહિત 10 જગ્યાએ અલગ અલગ ઘટનાઓને અંજામ આપી ચુક્યા હોવાની કબૂલાત કરી હતી. વલસાડ LCBની ટીમે બંને આરોપીઓની 141 હેઠળ અટકાયત કરી ઉમરગામ પોલીસને તપાસ માટે સોંપવામાં આવ્યા હતા.

ઉમરગામ પોલીસે બંને આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવતા બંને આરોપીઓ સંક્રમિત જાહેર થયા હતા. બંને આરોપીઓને હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે બંને આરોપીઓના સંપર્કમાં આવેલ ઉમરગામ પોલીસ મથકના 3 પોલીસ જવાનોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...