ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા હોવાના સંજોગો વચ્ચે વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણથી દર્દીઓ સામે આવી રહ્યા છે.દરમિયાન વલસાડનો એક 33 વર્ષીય યુવાન મુંબઇથી આવ્યા સંક્રમણની ઝપેટમાં આવી ગયો હતો.આ સાથે વલસાડમાં 2 અને પારડી તળાવ પર એક 31 વર્ષીય યુવાન સહિત 3 દર્દી કોરોનાના નોંધાયા હતા.છેલ્લા 3 માસ દરમિયાન સમયાંતરે એકલ દોકલ કોરોનાના કેસ જોવા મળતા હતા.જો કે 31 મેના રોજ વલસાડની એક મહિલા અને તેના બાળકનો રિપોર્ટ પોઝિટિવ નોંધાવા સાથેે જિલ્લામાં ફરીથી ધીમીગતિએ કોરોના કેસની શરૂઆત થઇ હતી.
જો કે 8 જૂને 110 દિવસ બાદ 1 જ દિવસમાં સાગમટે કોરોનાના 5 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું.જેમાં વલસાડ તાલુકામાં જ એક વૃધ્ધ,એક આધેડ અને 2 યુવાન કોરોનાથી સંક્રમિત થયા હતા.ત્યારબાદ પણ કોરોનાના કેસ જારી રહ્યા છે. શનિવારે પણ વધુ 2 દર્દી સામે આવ્યા હતા.જેમાં વલસાડમાં 2 અને પારડીમાં 1 સહિત 3 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા.વલસાડનો યુવાન મુંબઇ ગયો હતો જ્યાથી પરત થયા બાદ પોઝિટિવ રિપોર્ટ આવતાં મહારાષ્ટ્ર જતા આવતા લોકોએ સાવધાની વર્તવી જરૂરી બની છે.છેલ્લા બે સપ્તાહથી કોરોનાની સ્થિતિ જોતાં ચોથી લહેરની સંભાવના હોવાની લોકોમાં ચર્ચા ઉઠી હતી.
ક્યાં કેસ નોંધાયા | |||
તાલુકો | ગામ | ઉમર | પુ.સ્ત્રી |
વલસાડ | મણિબાગ સોસા. | 33 | પુરૂષ |
વલસાડ | આંધિયાવાડ | 26 | પુરૂષ |
પારડી | પારડીતળાવ | 31 | પુરૂષ |
એક્ટિવ કેસ 16 | |
તાલુકો | એક્ટિવ કેસ |
વલસાડ | 12 |
પારડી | 2 |
ઉમરગામ | 2 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.