સદનસીબે જાનહાનિ ટળી:વલસાડના કૈલાસ રોડ ઉપર 2 મોપેડ સામસામે અથડાતા અકસ્માત, અકસ્માતમાં 3 યુવકો ઇજાગ્રસ્ત

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ કૈલાશ રોડ ઉપર એક મોપેડ ચાલક રસ્તો ક્રોસ કરવા જતાં સામેથી ગુંદલાવ તરફથી આવતી અને પુરપાટ ઝડપે જતી મોપેડ સાથે ધડાકાભેર અથડાતા બંને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 યુવકો ઘાયલ થયા હતા. ત્રણેયને ખાનગી વાહનમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વલસાડ કૈલાસ રોડ ઉપર બે મોપેડ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ધડાકા સાથે અકસ્માત થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજા ગ્રસ્તોની મદદથી દોડી આવ્યા હતા. જેમાં એક મોપેડ નંબર GJ-15-DE-3909 અને અન્ય મોપેડ નંબર GJ-15-DR-9257 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુલ 3 યુવકોને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને લઈ કૈલાશ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ બનાવ અંગે સીટી પોલીસ અને 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તો ને રિક્ષામાં વલસાડ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઘટના અંગે યુવકોના પરિવારજનોને જાણ થતા તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યા હતા. હજી સુધી બનાવ અંગે પોલીસ મથકે કોઈ નોંધ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...