વિધાનસભાની ચૂંટણી:વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર 2 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં, હવે 36 ઉમેદવારો મેદાનમાં

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લામાં તા.1 ડિસેમ્બરના રોજ 5 વિધાનસભા બેઠક પર મતદાન થશે. જેને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા. 15 નવેમ્બરે મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કુલ 38 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા, જ્યારે 21 ફોર્મ રદ્દ કરવામાં આવ્યાં હતા. આજે ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે વલસાડ અને ધરમપુર વિધાનસભા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા. જેને લઈ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર કુલ 36 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

આજે સાંજ સુધીમાં ચીત્ર સ્પષ્ટ થશે
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષઓ મતદારોને રીઝવવાનો પ્રયાસ હાથ ધરી દીધો છે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠાક પર કુલ 59 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ફોર્મ ચકાસણીના દિવસે 21 ઉમેવારોના ફોર્મ રદ્દ થતા કુલ 38 ફોર્મ મંજુર થયા છે. બુધવારે ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે વલસાડ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉર્વશી રાજેશ પટેલ અને ધરમપુર વિધાનસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર રાજેશભાઇ ખંડુંભાઈ પટેલે સ્વૈચ્છીક ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યું હતું.

બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર હવે કુલ 36 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ ગુરુવાર છે. આજે ગુરૂવારે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. આગામી 1લી ડિસેમ્બરના રોજ વલસાડ જિલ્લાના 1392 મતદાન મથક ઉપર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ નિષ્પક્ષ અને નિર્ભય વાર્તાવરણમાં ચૂંટણી માટે મતદાન યોજાશે. વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકશાહીના મહાપર્વમાં મતદારોને જોડાવવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...