તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસું જામ્યુ:વાપીમાં 2, કપરાડા 2, પારડી 1, ઉમરગામમાં સવા 1 ઇંચ

વલસાડ-વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ,ધરમપુરમાં ઝરમરિયા વરસાદ સાથે વાદળછાયું હવામાન
  • નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાયા

વલસાડ જિલ્લામાં ચોમાસુ ધીમીગતિએ આગળ ધપી રહ્યું છે. શુક્રવારે વાપી અને કપરાડામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વાપીમાં 2 ઇંચ અને કપરાડા તુલાકમાં પણ 2 ઇંચ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરવા સાથે માર્ગો પર પાણીના દશ્યો સર્જાયા હતા. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ મેઘ મહેર થઇ હતી.ચાલૂ વર્ષે ચોમાસાનું આગમન સમયસર થતાં જિલ્લામાં 17 જૂને મેઘરાજાની જોરદાર પધરામણી થઇ હતી. આ વર્ષે સારુ ચોમાસું જશે તેવા પ્રારંભિક અનુમાન સાથે ડાંગરની ખેતી માટે તૈયારી કરતા ખેડૂતોએ ધરૂવાડિયા નાંખવાની કામગીરી શરૂ કરી દીધી છે.

જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસુ માહોલ છવાઇ જતાં લોકો પણ જૂનના પ્રારંભની ગરમી અને બફારાથી રાહતની લાગણી અનુભવી રહ્યા છે. શુક્રવારે દિવસ દરમિયાન સવારે 6થી સાંજે 6 દરમિયાન વાપીમાં 2 ઇંચ અને કપરાડા તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ ઝિંકાયો હતો. જ્યારે પારડીમાં 1 ઇંચ, ઉમરગામમાં સવા 1 ઇંચ વરસાદ થયો હતો. અન્ય તાલુકામાં હળ‌વા ભારે ઝાંપટાનો સિલસિલો રહ્યો હતો.

વાપી-સેલવાસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા ઉકેલમાં પાલિકા નિષ્ફળ સાબિત
વાપી -સેલવાસ રોડ પર સતત ત્રીજી વખત વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શુક્રવારે સવારે વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ગુરૂવારે પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે હાઇવેની ડ્રેનેજ લાઇનની સફાઇ કામગીરી કરાવી હતી,આમ છતાં શુક્રવારે પુન: વાપી-સેલવાસ રોડ પર વરસાદી પાણી ભરાયુ હતું. આ પ્રશ્ન ઉકેલવામાં પાલિકા નિષ્ફળ સાબિત થઇ રહી છે.

દાનહમાં 1 ઇંચ સાથે કુલ 12 ઇંચ વરસાદ
દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ બરાબર જામેલો છે. ગુરૂવારે રાત્રી દરમ્યાન વરસાદનો માહોલ યથાવત રહેતા સેલવાસમાં 24 કલાકમાં 25એમએમ એટલેકે એક ઇંચ વરસાદ પડ્યો હતો અને ખાનવેલ વિસ્તારમાં 4.8 એમએમ વરસાદ પડયો હતો જે સાથે સિઝનનો કુલ વરસાદ 321.6એમએમ એટલેકે 12.66ઇંચથી વધુ થયો છે.મધુબન ડેમમાં પાણીનું લેવલ 69.10 મીટર છે. ડેમમાં પાણીની આવક 1707ક્યુસેક અને જાવક 462ક્યુસેક છે.

વાપી કચીગામ રોડ પર ગેલેરીનો હિસ્સો તૂટયો
વાપીમાં શુક્રવારે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે વાપી કચીગામ રોડ આવેલી બિલ્ડીંગના પહેલા માળે ગેલેરીનો અમુક હિસ્સો તૂટી પડયો હતો. જેના કારણે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી. પાલિકાએ જર્જરિત મકાનોના માલિકોને નોટિશ આપી છે,પરંતુ સ્થળ પરથી બાંધકામો ન હટાવાતા અવર-નવર આવી ઘટનાઓે બની રહી છે. આવી ઘટનાઓ કોઈ દિવસ જીવલેણ સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...