હેમખેમ બહાર આવ્યા:કાંજણરણછોડમાં કોઝવે ક્રોસ કરતા 2 મિત્રો તણાતા બચ્યા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક બીજાનો હાથ પકડી હેમખેમ બહાર આવ્યા

વલસાડના કાંજણરણછોડમાં કોઝ વે પસાર કરી રહેલા 2 બાઇક સવાર યુવાનો પાણીના વહેણ વચ્ચે ફસાઇ જતાં તણાઇ ગયા હતા,પરંતું સમયસૂચકતા વાપરી એકબીજાનો હાથ મજબૂતીથી પકડીને હેમખેમ બહાર આવવામાં સફળ થતાં જાનહાનિ ટળી હતી.જો કે બાઇક કોઝવેના પાણીમાં તણાઇ ગઇ હતી.

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી ફરી વળતાં અવરજવર બંધ થવાની નોબત આવી હતી.દરમિયાન વલસાડ તાલુકાના વેલવાચ ગામે રહેતા બે મિત્ર બાઇક લઇને કાંજણરણછોડ ગામે ઓ‌વરફ્લો કોઝવે પરથી જીવના જોખમે પસાર થવા જતાં ભારે વહેણના કારણે સંતુલન ગુમાવી દેતા તણાઇ રહ્યા હતા,પરંતું સમયસૂચકતા વાપર એકબીજાનો હાથ પકડી જકડી રાખી ધીમે ધીમે વહેણમાંથી હેમખેમ બહાર આવી શક્યા હતા.

જો કે હાથમાથી બાઇક છુટી જતાં તેમની બાઇક કોઝવેમા તણાઇ ગઇ હતી.આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં કોઝ વે પર દોડી આવ્યા હતા.ગ્રામજનોએ કોઝવે વચ્ચે ફસાયેલા યુવાનોને પ્રોત્સાહિત કરી બહાર કાઢવામાં મદદરૂપ થતાં જાનહાનિ ટળી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...