દુર્ઘટમના:વલસાડમાં પીઝા ખાવા આવતાં 2 મિત્રો બાઇકને ટ્રેકટરે અડફેટમાં લેતા1નું મોત

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કરંજવેરીથી 40 કિમી દૂર સાઇલીલા મોલમાં આવતી વેળા અકસ્માત

વલસાડથી 40 કિમી દૂર આવેલા ધરમપુરના કરંજવેરી ગામથી વલસાડના સાઇલીલા મોલમાં પીઝા ખાવા માટે બાઇક ઉપર આવી રહેલા કોલેજના બે મિત્રોને અબ્રામા રોડ પર એક ટ્રેકટરે અડફેટમાં લેતા 1 વિદ્યાર્થીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.જ્યારે 1ને હાથમાં ઇજા પહોંચી હતી.

ધરમપુરના કરંજવેરી ગામે પુલ ફળિયામાં રહેતા 24 વર્ષીય મયુર ભીખુભાઇ ચૌધરીના ઘરે સવારે 10 વાગ્યે તેનો મિત્ર કવન મળ‌વા આવ્યો હતો.ત્યાર બાદ મયુર અને કવન બાઇક ઉપર ધરમપુર આવ્યા હતા,જ્યાં આખો દિવસ તેઓ રોકાયા બાદ અબ્રામા ધરમપુર રોડ ઉપર આવેલા સાઇલીલા મોલમાં પીઝા ખાવા માટે નિકળ્યા હતા.

મયુર બાઇક હંકારી રહ્યો હતો કવન પાછળ બેઠો હતો. બંન્ને મિત્રો એસટી ડેપો વર્કશોપ પાસેથી એક લેન પરથી પસાર થતા હતા ત્યારે બીજી લેન પરથી એક બ્લ્યુ કલરનું ટ્રેકટર પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું જેના ચાલકે અચાનક ટર્ન લેતાં ચાલક મયુરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બંન્ને મિત્રોને અડફેટમાં લઇ લીધાં હતા. કવનના ગંભીર ઇજા થઇ હતી. મયુરના જમણા હાથમાં ઇજા પહોંચી હતી.108 એમ્બયુલન્સમાં બંન્નેને સિવિલમાં દાખલ કરાયા હતા.જ્યાં સારવાર દરમિયાન કવનનું મોત થયું હતું.

નંબર વિનાના ચાલક ભાગી છુટ્યો હતો
વલસાડમાં પીઝા ખાવાના શોખીન મિત્રોને અબ્રામા એસટી વર્કશોપ પાસે સાઇલીલા મોલથી થોડે દૂર જ ટ્રેકટરે અડફેટમાં લઇ ટ્રેકટરનો ચાલક અકસ્માત સર્જી ભાગી છુટ્યો હતો.આ ટ્રેકટર પર નંબર પ્લેટ ન હતી.પોલીસે હવે આરોપીની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...