તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:વલસાડમાં 2 વૃધ્ધ - પારડીમાં મહિલા કોરોના સંક્રમિત

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પારડીમાં તરૂણ અને યુવતી કોરોના મુક્ત થતાં કુલ 3 ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

વલસાડ જિલ્લામાં બુધવારે વધુ 3 કેસ કોરોના પોઝિટિવના મળી આવ્યા હતા.વલસાડ તાલુકામાં 2 અને પારડીમાં 1 કેસ નોંધાયો હતો.આ સાથે 3 દર્દીઓ કોરોનાથી સાજા થઇ જતાં રજા આપવામાં આવી હતી.જેમાં પારડી સહિત 3 દર્દી પણ કોરોના મુક્ત થઇ જતાં ડિસ્ચાર્જ કરાયા હતા.

વલસાડ જિલ્લામાં ડિસેમ્બરના અંતમાં પણ કેસો નોંધાવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.બુધવારે વલસાડના નનકવાડા અને ભાગડાવડામાં કુલ 2 કેસ નોંધાયા હતા.જ્યારે પારડીમાં 38 વર્ષીય મહિલા સંક્રમિત થઇ હતી.વલસાડમાં કેસો વધવાનું અટકતું નથી.વલસાડ તાલુકામાં જિલ્લાના અન્ય 5 તાલુકા કરતા સૌથી વદુ કેસો નોંધાઇ રહ્યા છે. આ તાલુકામાં અત્યાર સુધી કોરોનો પોઝિટિવ કેસોની સંખ્યા 491 પર પહોંચી ગઇ છે.

વાપી તાલુકામાં બીજા ક્રમે 398 કેસ થઇ ગયા છે.બુધવારે પારડીમાં 13 વર્ષીય તરૂણ અને 18 વર્ષીય યુવતીએ કોરોનાને માત આપી હતી.જ્યારે ઉમરગામના સોળસુંબામાં યુવાન કોરોના મુક્ત થઇ જતાં આ તમામ સાજા થયેલા દર્દીઓ ઘરે પહોંચ્યા હતા.આ સાથે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 1309,એક્ટિવ 19,ડિસ્ચાર્જ 1145 અને મૃત્યાંક 145 પર સ્થિર રહ્યો હતો.

જિલ્લામાં ક્યાં નવા કેસ નોંધાયા

તાલુકોગામ સ્થળઉમરપુ. સ્ત્રી
વલસાડસાઇકૃપા એપા.નનકવાડા57પુરૂષ
વલસાડસહજાનંદનગર,ભાગડાવડા90પુરૂષ
પારડીકિલ્લા પારડી38સ્ત્રી

ક્યાંના દર્દીએ કોરોનાને માત આપી

તાલુકોગામ સ્થળઉમર પુ,સ્ત્રી
પારડીસ્વાતિ કોલોની13પુરૂષ
પારડીસ્વાતિ કોલોની18પુરૂષ
ઉમરગામસોળસુંબા31પુરૂષ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો